• Gujarati News
  • ઠંડાપીણાનો શંકાસ્પદ જથ્થો ધાનેરા પોલીસ મથકે લવાયો

ઠંડાપીણાનો શંકાસ્પદ જથ્થો ધાનેરા પોલીસ મથકે લવાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક્સપાયરી ડેટના જથ્થા અંગે પોલીસ તથા ફુડ વિભાગ એકબીજાને ખો આપી રહ્યા છે
ભાસ્કર ન્યૂઝ.ધાનેરા
ધાનેરાથી સોમવારે લાખણી ખાતે જઇ રહેલી એક બંધ બોડીની ગાડીમાં ઠંડાપીણાનો શંકાસ્પદ જથ્થો એક વર્ષ જૂનો હોવાની જાણ એક નાગરિકને થતાં તેણે પોલીસને જાણ કરી હતી. પરંતુ પોલીસ અને ફૂડ વિભાગની ઢીલી નીતિ જોવા મળી હતી. જ્યારે ઠંડાપીણાના સ્થાનિક ડીલરે આ જથ્થો પોતાનો ન હોવાનું જણાવ્યું હતું.
સોમવારે બપોરના સમયે એક જીપગાડીમાં જાણીતી કંપનીનો એક વર્ષ જૂનો જથ્થો વાહનમાં લાખણી લઇ જવાતો હતો. આ અંગે એક જાગૃત નાગરીકે ફુડ વિભાગ તથા પોલીસને જાણ કરી હતી. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, જથ્થા અંગે અમારે નહીં ફુડ વિભાગને કાર્યવાહી કરવાની થાય છે
...અનુસંધાન પાના નં-૮ પર
પરંતુ ગાડીના કાગળ ન હોવાથી પોલીસ ગાડીને પોલીસ મથકે લાવી છે અને તેની તપાસ હાથ ધરી હતી. આ અંગે ફુડ વિભાગના અધિકારીઓને જાણ કરવા છતાં તેઓ ધાનેરા ખાતે આવ્યા નહતા.
આ અંગે ફુડ ઇન્સ્પેક્ટર રાઠોડે ટેલીફોનીક વાતચીત કરતાં જણાવ્યું હતું કે, હાલમાં અમારી પાસે સમય નથી અને મંગળવારે સવારે અમો આવીને તપાસ કરીશું. જો એક્ષપાયરી ડેટનો માલ હશે તો તે ઢોળાવી દઇ નાશ કરાવીશું’ પરંતુ આ અંગે ગુનો બને છે તે બાબતે પૂછતાં તેઓએ મૌન સેવી લીધું હતું.’