• Gujarati News
  • ચાઇનિઝ મોબાઇલ ઉપર કંપનીનું લેબલ લગાવી વેચતાં બે ગઠિયા ઝબ્બે

ચાઇનિઝ મોબાઇલ ઉપર કંપનીનું લેબલ લગાવી વેચતાં બે ગઠિયા ઝબ્બે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર શહેરના કોઝી વિસ્તારમાંથી પોલીસે ૧૨૩ નંગ મોબાઇલ જપ્ત કર્યા
ભાસ્કર ન્યૂઝ.પાલનપુર
પાલનપુરના કોઝી વિસ્તારમાં સોમવારે સાંજના સુમારે પોલીસે શકના આધારે બે શખ્સોની તલાશી લેતાં તેમની પાસેથી જાણીતા કંપનીના લેબલ લગાવેલા ચાઇના બનાવટના મોબાઇલ ફોન મળી આવ્યા હતા. આ અંગે બંનેની સામે ગુનો નોંધી વધુ તપાસ
હાથ ધરાઇ છે.
પાલનપુર પ‌શ્ચિ‌મ પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ વી.બી.મકવાણા, સ્ટાફના હે.કો.સુમેરસિંહ, કાન્તિલાલ, અબ્દુલખાન અને મુકેશભાઇ સાથે સોમવારે સાંજના સુમારે કોઝી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન શકના આધારે બે શખ્સો પાસે રહેલા થેલાની તપાસી લીધી હતી. આથી પુછપરછ કરી મહારાષ્ટ્રના જલગાંવ શાન્તાનગર વિસ્તારના દેવીદાસ ચતુરદાસ બેલદાર ((ઓડ)) ઉં.વ.પપ અને હરિભાઇ ચતુરદાસ બેલદાર ((ઓડ)) ઉં.વ.પ૦ ને પોલીસ મથકે લઇ જવાયા હતા. જ્યાં તપાસ કરતાં થેલામાંથી ચાઇનાના મોબાઇલ ફોન ઉપર નોકીયાનું લેબલ લગાવેલા રૂ. ૮૮,પ૬૦ ના ૧૨૩ નંગ મોબાઇલ મળી આવ્યા હતા. ચાઇના બનાવટના ફોન ઉપર નોકિયા કંપનીના લેબલ લગાવેલા હોવાથી પોલીસે સીઆરપીસી - ૧૦૨ - ૧ડી મુજબ ((છળકપટથી આધાર બીલ વગર)) વેચાણ કરવાનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.