તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • કુચાવાડા ટોલટેક્સ નજીક વાહનની ટક્કરે વૃદ્ધાનું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુચાવાડા ટોલટેક્સ નજીક વાહનની ટક્કરે વૃદ્ધાનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.પાંથાવાડા
પાંથાવાડા પંથકના કુચાવાડા ગામે ટોલટેક્સ નજીક અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતાં વૃદ્ધાનું ગંભીર ઇજાના કારણે મોત થયું હતું.
પાંથાવાડા ગુંદરી-ડીસા સ્ટેટ હાઇવે પર કુચાવાડા ટોલટેક્સ નજીક ગુરુવારે સાંજે સાડા ચાર વાગ્યાના સુમારે મુળ દાંતીવાડા તાલુકાના ભીલડા ગામના રહેવાસી અને ટોલટેક્સ નજીક કૂવા પર ભાગીયા તરીકે કામ કરતા રમેશભાઇ કેશાભાઇ કુચાવાડીયાની માતા શાન્તાબેન ((૬૦)) રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે પાછળથી આવતા વાહનચાલકે ટક્કર મારી હતી. જેમાં શાન્તાબેનનું ગંભીર ઇજાના કારણે મોત થયું હતું. અકસ્માતની જાણ થતાં પાંથાવાડા પીએસઆઇ બી.એલ.વડુકર સ્ટાફ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો