તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • જિલ્લામાં નીકળનારી બનાસયાત્રા એક હજાર કિલોમીટરનું પરિભ્રમણ કરશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લામાં નીકળનારી બનાસયાત્રા એક હજાર કિલોમીટરનું પરિભ્રમણ કરશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૂઇગામના કટાવથી શરૂ થનારી યાત્રાનું મોટી મહુડીમાં સમાપન થશે
૬૧ જગ્યાએ જાહેર સભાઓ યોજાશે
ભાસ્કર ન્યૂઝ.પાલનપુર
બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા આગામી શનિવારથી બનાસયાત્રા નિકાળવાનું આયોજન કરાયું છે. સૂઇગામ તાલુકાના કટાવધામથી નિકળનારી આ યાત્રાનું દાંતીવાડા તાલુકાના મોટી મહૂડી ગામે સમાપન થશે. જિલ્લામાં અગિયાર દિવસમાં આ યાત્રા એક હજાર ઉપરાંત કિલોમીટર
પરિભ્રમણ કરશે.
જિલ્લા ભાજપ પ્રમુખ કેશાજી ચૌહાણે જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીને વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર કર્યા છે. જે ઉત્તર ગુજરાત માટે ગૌરવશાળી પ્રસંગ છે. અને જિલ્લામાં ઉત્સુકતા છે. ત્યારે આગામી શનિવાર ૧ માર્ચ-૨૦૧૪ બનાસયાત્રાનો પ્રારંભ થનાર છે. જે ૧૧ માર્ચ૨૦૧૪ સુધી પરિભ્રમણ કરશે અને મોટી મહૂડીના સિદ્ધનાથ મહાદેવ ખાતે તેનું સમાનપ થશે.
યાત્રાના ઇન્ચાર્જ તરીકે ઉદ્યોગ સેલના કન્વીનર કનુભાઇ વ્યાસ, સહ ઇન્ચાર્જ જિલ્લા પંચાયત શિક્ષણસમિતિના ચેરમેન બાબરાભાઇ પટેલ અને પ્રદેશ યુવા મોરચાના કારોબારી સભ્યો દશરથસિંહ સોલંકી જવાબદારી સંભાળશે. યાત્રાજે લઇ હાલ જિલ્લાભરમાં તડામાર તૈયારી ચાલી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો