તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • વિપક્ષના શોરબકોર વિના પાલિકાનું બજેટ પાંચ મિનિટમાં મંજૂર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિપક્ષના શોરબકોર વિના પાલિકાનું બજેટ પાંચ મિનિટમાં મંજૂર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિવ્ય ભાસ્કર’ના અહેવાલોના પગલે રખડતા પશુઓ તેમજ સિટી બસ માટે બજેટમાં નાણાં ફાળવાયા
ભાસ્કર ન્યૂઝ.પાલનપુર
પાલનપુર નગરપાલિકાના સભાખંડમાં ગુરુવારે સવારે યોજાયેલી સાધારણ સભામાં રૂ.૮૨.પ૮ લાખની પુરાંતવાળુ બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું હતું. જોકે, આ બેઠકમાં વિપક્ષના માત્ર ત્રણ જ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સભાની કાર્યવાહી માત્ર પાંચ જ મિનિટમાં આટોપી લેવાઇ હતી.
નગરપાલિકામાં નવી સમિતિઓની રચના બાદ ગુરુવારે સવારે ૧૦ કલાકે સાધારણ સભાનો એજન્ડા સભ્યોને મોકલી અપાયો હતો. જોકે, નિર્ધારિત સમય કરતાં અડધોકલાક બાદ શરૂ કરાયેલી સભાની કાર્યવાહી માત્ર પાંચ જ મિનિટમાં પૂરી કરી દેવાઇ હતી. જેમાં વિપક્ષના માત્ર ત્રણ સભ્યોની ઉપસ્થિતિમાં સત્તાધીશ ભાજપના બો‌ર્ડ‌ના પ્રમુખ હસમુખભાઇ પઢિયાર, ચીફ ઓફીસર યુ.ડી.સિન્ધા અને કારોબારી ચેરમેન વિજયભાઇ જોષીએ સને ૨૦૧૪-૧પના વર્ષના બજેટમાં રૂ. ૪૪,૦૬,૯૯,૦૦૦ની આવક તથા રૂ.૪૩,૨૪,૪૧,૦૦૦ના ખર્ચ સામે રૂ.૮૨,પ૮,૦૦૦ની પુરાંતવાળું બજેટ મુક્યું હતું. જોકે, દર વર્ષની જેમ બજેટમાં વિરોધનો સૂર ઉઠાવી ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસના બોલકા સભ્યો ગેરહાજર રહ્યા હતા. જેથી કોઇપણ ચર્ચા-વિચારણા કર્યા વિના જ ભાજપ તેમજ વિપક્ષના સભ્યોએ સર્વાનુમતે બજેટને બહાલી આપી હતી. આ ઉપરાંત વિકાસના કામો પણ મંજૂર કરાયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો