તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • જિલ્લામાં ઉનાળાનું ધીમા પગલે આગમન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લામાં ઉનાળાનું ધીમા પગલે આગમન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મિશ્ર ઋતુથી બીમારીની દહેશત
પાલનપુર : શિયાળાની ઋતુની વિદાય સાથે ઉનાળાનું ધીમા પગલે આગમન થઇ રહ્યું છે. ત્યારે સવારે નવ વાગ્યા પછી ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. વહેલી સવારે ઠંડક રહેતી હોવાથી મિશ્ર ઋતુને લઇ બિમારી ફેલાવવાની સંભાવના છે.
બનાસકાંઠા જિલ્લામાં શિયાળાની ઋતુમાં પ્રજાજનોએ હાડથિજાવવી ઠંડીનો અનુભવ કર્યો હતો. જ્યાં શિયાળાની મધ્ય અને અંતિમ તબક્કામાં કમોસમી માવઠુ તેમજ કરા પડયા હતા. હવે જાણે કે શિયાળાની ઋતુ વિદાય લઇ રહી છે. અને ઉનાળાનું ધીમા પગલે આગમન થઇ રહ્યું હોય તેમ સવારે નવ વાગ્યા પછી ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. મોટાભાગની ઓફિસો તેમજ ઘરોમાં બપોરના સુમારે પંખા તેમજ એરકન્ડીશનનો ઉપયોગ શરૂ થઇ ગયો છે. જોકે, વહેલી સવારે અને સાંજના સુમારે ફુલગુલાબી ઠંડી અનુભવાતી હોવાથી પ્રજાજનો મિશ્ર ઋતુનો અનુભવ કરી રહ્યા છે. જેથી પ્રજાજનોમાં બિમારી ફેલાવવાની સંભાવના છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો