તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • અનામતની માંગણીઓ માટે જીવ નહીં, સમય આપો : સાંસદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનામતની માંગણીઓ માટે જીવ નહીં, સમય આપો : સાંસદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત પ્રદેશ ઠાકોર સમાજ સંઘર્ષ સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું
પાટણના સાંસદ જગદીશ ઠાકોરે પાલનપુરમાં ધરણાં ઉપર બેઠેલા આંદોલનકારીઓને સંબોધન કર્યું
ભાસ્કર ન્યૂઝ.પાલનપુર
અનામતની માંગણી માટે અગાઉ અનેક યુવાનોએ આત્મવિલોપન કરી પોતાના જીવ આપ્યા હોવાના ઉદાહરણો મોજૂદ છે. જોકે વર્તમાન સમયે અનામત સહિ‌તની માંગણીઓ માટે જીવ નહીં પરંતુ તમારો સમય આપો’ તેમ ગુજરાત પ્રદેશ ઠાકોર સમાજ સંઘર્ષ સમિતિના ધરણાં આંદોલનમાં બુધવારે પાટણ સાંસદ જગદીશભાઇ ઠાકોરે જણાવ્યું હતું.
પ્રદેશ ઠાકોર સમાજ સંઘર્ષ સમિતિ દ્વારા પાલનપુર ખાતે કલેકટર કચેરી નજીક ત્રિદિવસીય ધરણાં શરૂ કરાયા હતા. જ્યાં બુધવારે ઉપસ્થિત રહેલા પાટણના સાંસદ જગદીશભાઇ ઠાકોરે જણાવ્યું હતું કે ઠાકોર સમાજ મંદિરો બનાવવા માટે કરોડો રૂપિયાનું દાન કરે છે. જોકે વર્તમાન સમયે મંદિર નહીં પણ સ્કુલો, લાયબ્રેરીઓ બનાવવાનો સમય છે. જે ગામ લાયબ્રેરી માટે રૂ. પાંચ હજારનો ફાળો આપશે તે ગામમાં પુસ્તકો માટે રૂ.૧પ૦૦૦ અમે આપીશું તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઠાકોર સમાજની ૧પ માંગણીઓ જ્યાં સુધી નહિ‌ સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. જેના માટે પ્રત્યેક ભાઇ-બહેને તન, મન અને ધનથી મદદ કરવાની રહેશે. દરમિયાન જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત પણ કરવામાં આવી હતી. આ સમયે નવઘણજી ઠાકોર, સેનનજી દેલવાડીયા સહિ‌ત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો