તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • મહિ‌લાના ગળામાંથી સોનાનો દોરો તોડી બે બાઇકસવાર છૂ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિ‌લાના ગળામાંથી સોનાનો દોરો તોડી બે બાઇકસવાર છૂ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.પાલનપુર
પાલનપુરના આબુ હાઇવે પર મંગળવારે સવારે બાઇક પર આવેલા બે શખ્સો એક મહિ‌લાના ગળામાંથી રૂ. પ૦ હજારના સોનાનો દોરો ખેંચીને નાસી છુટયા હતા. આ ઘટનાને પગલે અફરા તફરી મચી ગઇ હતી.
શહેરના બ્રિજેશ્વર કોલોની ખાતે રહેતાં લક્ષ્મીબેન શિવરામભાઇ પ્રજાપતિ ((ઉ.વ.પ૯)) મંગળવારે સવારે ૧૧-૧પ કલાકે પાલનપુરના આબુ હાઇવે નજીક શીવ મહેલ પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે કાળા કલરના બાઇક પર આવેલા બે શખ્સો પૈકી હેલ્મેટ પહેરેલા શખ્સે બાઇક ઉભું રાખ્યું હતું અને પાછળ બેઠેલા શખ્સે લક્ષ્મીબેનના ગળામાં પહેરેલી રૂ. પ૦ હજારની અઢી તોલા સોનાની ચેઇન ખેંચી નાસી છુટયા હતા. આ અંગે લક્ષ્મીબહેને પ‌શ્ચિ‌મ પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધી પીએસઆઇ વી.બી.મકવાણા વધુ તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો