તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • જગાણાના પાટિયા પાસેથી ~૧૨.૯૬ લાખનો વિદેશીદારૂ ભરેલી ટ્રક ઝડપાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જગાણાના પાટિયા પાસેથી ~૧૨.૯૬ લાખનો વિદેશીદારૂ ભરેલી ટ્રક ઝડપાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભૂજ આરઆર સેલ અને પાલનપુર તાલુકા પોલીસની ટીમે વોચ ગોઠવી હતી
ભૂસાના કટ્ટામાં સંતાડેલો દારૂ સહિ‌ત રૂ. ૨૦ લાખના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરાઇ
ભાસ્કર ન્યૂઝ.પાલનપુર
પાલનપુર તાલુકાના જગાણાના પાટિયા નજીકથી મંગળવારે વહેલી સવારે ભૂજ આરઆર સેલ અને પાલનપુર તાલુકા પોલીસની ટીમે નાકાબંધી કરી ભુસું ભરેલા ટ્રકમાંથી રૂ.૧૨.૯૬ લાખનો વિદેશી દારૂ ઝડપી લીધો હતો. આ અંગે પોલીસે દારૂ અને ટ્રક મળી રૂ. ૨૦ લાખનો મુદ્દામાલ કબજે લઇ એક શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આર.આર.સેલની ટીમના એએસઆઇ સકુભા, સંતોષસિંગ, હે.કો.રામસંગભાઇ, છગનભાઇ, ધર્મેન્દ્રભાઇએ પાલનપુર તાલુકા પોલીસની ટીમ સાથે બાતમીના આધારે પાલનપુરના અમદાવાદ હાઇવે ઉપર જગાણાના પાટિયા પાસે મંગળવારે વહેલી સવારે વોચ ગોઠવી હતી. જ્યાં રાજસ્થાન તરફથી આવતી ટ્રક ((આરજે ૧૯૧જી ૨૧૧૮))ને રોકાવી તલાશી લેતાં તેમાં ભૂસાના કટ્ટાની આડમાં સંતાડેલો રૂ.૧૨,૯૬,૦૦૦ના વિદેશીદારૂની પેટી નંગ ૨૩૦ મળી આવી હતી.
આ અંગે પોલીસે રૂ.૮ લાખનો ટ્રક, રૂ. પ૦૦નો મોબાઇલ રૂ. ૧૬૨પના ભૂસાના કટ્ટા નંગ-૬પ સહિ‌ત કુલ રૂ.૨૦,૯૭,૬૨પનો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ અંગે પંજાબના ફિરોજપુર જિલ્લાના એબોહર ગામના કલવંતસિંગ સતનામસિંગ રાજપૂત સામે પ્રોહિ‌બિશન એકટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો