• Gujarati News
  • મહેસાણાના કુખ્યાત શીવા ચૌધરીને પાસા હેઠળ જેલમાં ધકેલાયો

મહેસાણાના કુખ્યાત શીવા ચૌધરીને પાસા હેઠળ જેલમાં ધકેલાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોટી બહેનને મળવા જતાં પરિવારને અકસ્માત નડયો : ઈજાગ્રસ્તોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા
ભાસ્કર ન્યૂઝ.પાલનપુર
સુરતથી પાલનપુર આવેલા ઠાકોર પરિવારના સભ્યો મંગળવારે સાંજે સેદ્રાસણ ગામે તેમના મોટી બહેનને મળવા જતા હતા. ત્યારે બનાસડેરી નજીક રિક્ષા સાથે કાર અથડાતાં અકસ્માત સર્જા‍યો હતો. જેમાં નવ વ્યક્તિઓને ઇજા થવા પામી હતી.જેમને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યા હતા.
પાલનપુર નજીક મંગળવારે સાંજના સુમારે સર્જા‍યેલા અકસ્માતની પ્રા થાય વિગતો મુજબ સુરત ખાતે રહેતા ઠાકોર પરિવારના સભ્યો દિપાવલીના પર્વમાં પાલનપુર ખાતે આવ્યા હતા. જેઓ મંગળવારે સાંજે રિક્ષા લઇને તેમની મોટી બહેનને મળ્ાવા વડગામ તાલુકાના સેદ્રાસણ ગામે જવા નીકળ્યા હતા. ત્યારે બનાસડેરી પાસે સામેથી આવતી સ્વીફટ કાર સાથે ધડાકાભેર અકસ્માત સર્જા‍યો હતો. આ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા નવ વ્યક્તિઓને ઇજા થવા પામી હતી. જેમને પાલનપુર ૧૦૮ મોબાઇલવાનના પાયલટ ચંપકભાઇ પરમાર અને ઇએમટી દક્ષાબેન મુડેઠીયાએ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા.