તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • પાલનપુરમાંથી બે બાઈકની ઉઠાંતરી

પાલનપુરમાંથી બે બાઈકની ઉઠાંતરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કરન્યૂઝ. પાલનપુર
પાલનપુર શહેરના અયોધ્યાનગર વિસ્તારમાં રહેતા સુરેશભાઇ લક્ષ્મણભાઇ બારોટે પોતાનું મોટરસાયકલ નં.જીજે.૮.ક્યું. ૭૬૭૮ શુક્રવારે ગઠામણ સાંઇ કોમ્પલેક્ષ નજીક પાર્ક કર્યું હતું. જેની કોઇ અજાણ્યા ઇસમો ઉઠાંતરી કરી ગયા હતા. આ અંગે સુરેશભાઇએ પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે હરિસિદ્ધનગર વિસ્તારમાં રહેતા વિનોદકુમાર હરિરામ મીણાએ પોતાનું મોટરસાયકલ નં.જીજે.૧૨,બીબી-૨૦૨પ હાઇવે સ્થિત અલ્લાહાબાદ બેંક નજીક પાર્ક કર્યું હતું. જેની કોઇ અજાણ્યા ઇસમો ઉઠાંતરી કરી ગયા હતા. આ અંગે વિનોદકુમાર મીણાએ પ‌શ્ચિ‌મ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.