• Gujarati News
  • ટાટાસુમો પલટી ખાઇ જતા ચાર ને ઇજા

ટાટાસુમો પલટી ખાઇ જતા ચાર ને ઇજા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તલોદ : વડાગામના યોગેશભાઇ દરજી, વનરાજસિંહ રાઠોડ, રાહુલ ચૌધરી અને ભૌતિક દરજી વડાગામથી જીપ નંબર જીજે.૯.એ.જી.૧૧૯૪ લઇ વાયા તલોદ-ગાંધીનગર કામ અર્થે જઇ રહ્યા હતા. દરમિયાન તલોદ નજીક આવેલા દોલતાબાદ સ્ટેન્ડ આગળ તીવ્ર ગતિથી જઇ રહેલી જીપ આગળ બાઇક જઇ રહ્યુ હતું. જેમાં બાઇક સવારે અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલ આ ટાટાસુમોના ચાલકે જોરદાર બ્રેક કરતા જીપ આંચકા સાથે ત્રણથી ચાર ગુલાંટ ખાઇ માર્ગ પર ઊંધી પડી હતી. ધડાકાભેર બનેલી ઘટનાથી દોડી આવેલા લોકોએ ૧૦૮ મારફતે સુમોમાં સવાર ચાર ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડયા હતા.