• Gujarati News
  • મોદી વડાપ્રધાન બનતા ઉત્તર ગુજરાત જશ્નમાં ડુબ્યું

મોદી વડાપ્રધાન બનતા ઉત્તર ગુજરાત જશ્નમાં ડુબ્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. મહેસાણા, વડનગર
નરેન્દ્ર મોદીએ સોમવારે સાંજે વડાપ્રધાન તરીકે શપથ લેતાં ઉત્તર ગુજરાતમાં ઉત્સવનું વાતાવરણ સર્જા‍યું હતું. લોકોએ મોદીની શપથવિધિ લાઈવ નિહાળીને ફટાકડા ફોડી આતશબાજી કરી હતી અને ગોળ-ધાણા તથા મીઠાઈ વહેંચી મોં મીઠું કરાવ્યું હતું.
નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતાં જ તેમના માદરે વતન વડનગરમાં લોકોના ચહેરા પર અનેરો ઉત્સાહ અને શહેરમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. સોમવારે સાંજે નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે શપથ લીધા ત્યારે આ પળમાં ભાગીદાર થવા વડનગરવાસીઓમાં થનગનાટ જોવા મળ્યો હતો. સવારથી જ લોકોએ આતશબાજી કરી એકબીજાને મોં મીઠું કરાવી ઢોલ-નગારા સાથે ખુશી વ્યક્ત કરી હતી. શર્મિ‌ષ્ઠા બેટ પર ઓપન એર થિયેટરમાં લોકોએ ભેગામળી લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું અને ભવ્ય આતશબાજી કરી હતી. આનંદના ગરબા પણ યોજાયા હતા.