ન્યૂઝ ઇનબોક્સ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાવ વાવના ધારાસભ્ય શંકરભાઇ ચૌધરીનો રાજ્ય મંત્રીમંડળમાં સમાવશે થતાં વાવ સૂઇગામ ખાતે રવિવારે ભાજપ અને ગ્રામજનો દ્વારા સન્માન સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે ખેડૂત બીપીએલમાં નથી આવતો, જેથી બેન્ક અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ૧૦૦ રૂપિયાના પ્રિમિયમમાં વીમાનો લાભ મળે તે માટે મૌખિક રજૂઆત કરી છે. આ પ્રસંગે વાવ-સૂઇગામ, ભાભર વિસ્તારના કાર્યકરો, આગેવાનો, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. -તસવીર : રાણાજી વેંજીયા