• Gujarati News
  • વિસનગરમાં આખરે જોખમી ખાડો પૂરાયો

વિસનગરમાં આખરે જોખમી ખાડો પૂરાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર : વિસનગરના દીપરા દરવાજા વિસ્તારમાં પાણીની પાઇલાઇનના જોઇન્ટ માટે દરબાર રોડ ઉપર નગરપાલિકા દ્વારા ખાડો ખોદાયો હતો. સપ્તાહ અગાઉ કરાયેલી આ કામગીરીમાં જોઇન્ટ મારી દીધા બાદ પણ ખાડો પુરાયો નહોતો. દરબાર રોડ કડા દરવાજા, ફતેહ દરવાજા, તાલુકા પોલીસ સ્ટેશન સહિ‌તના સ્થળોએ જવાનો મુખ્ય માર્ગ હોવાથી ખાડાને કારણે વારંવાર ટ્રાફિકજામ થઇ જતો હોઇ વાહનચાલકો પરેશાન થતાં હોવાનો અહેવાલ ભાસ્કરમાં પ્રસિદ્ધ થતાં હરકતમાં આવેલા વહીવટી તંત્રએ આ ખાડો પૂરી દઈ રોડને સમતલ કરવાની કામગીરી હાથ ધરી હતી.