• Gujarati News
  • ભિલોડા કેન્દ્રનું ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૬૮.૯૨ ટકા પરિણામ

ભિલોડા કેન્દ્રનું ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૬૮.૯૨ ટકા પરિણામ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ.ભિલોડા
અરવલ્લી જિલ્લાના ભિલોડા તથા વિજયનગર તાલુકાની અંતરિયાળ શાળાઓના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ઇડર સુધી પરીક્ષા આપવા માટે જવું પડતુ હતું. પરંતુ ચાલુ વર્ષે લેવાયેલી માર્ચ ૨૦૧૪ ની ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહનું કેન્દ્ર ગુજરાત માધ્યમિક શિક્ષણ બો‌ર્ડ‌ દ્વારા ભિલોડા તાલુકા મથકે ફળવાતા વિદ્યાર્થીઓને ઇડરના બદલે ભિલોડાની આર.જે.તન્ના પ્રેરણા મંદિરમાં પરીક્ષા આપી હતી. ભિલોડા કેન્દ્રનું ૬૮.૯૨ ટકા પરિણામ આવ્યુ હતું. વિદ્યાર્થીઓનો સમય અને ખર્ચ બચ્યો હતો.
આ અંગે ભિલોડાની આર.જે.તન્ના પ્રેરણા મંદિરના ટ્રસ્ટી દામુભાઇ પટેલ તથા શાળાના આચાર્ય રમણભાઇ પટેલે જણાવ્યુ હતું કે ભિલોડા અને વિજયનગરની અંતરિયાળ વિસ્તારની ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની શાળાઓના વિદ્યાર્થીઓને અત્યાર સુધી ઇડર કેન્દ્રમાં પરીક્ષા માટે જવું પડતુ હતું. જેના કારણે ગરીબ વિદ્યાર્થીઓનો સમય અને આર્થિ‌ક ખર્ચ વેઠવો પડતો હતો. જે અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓની માગણી બાદ માધ્યમિક શિક્ષણ બો‌ર્ડ‌ દ્વારા માર્ચ ૨૦૧૪ની ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માટે ભિલોડા ખાતે કેન્દ્ર ફાળવવામાં આવ્યું હતું. જેમાં ભિલોડા કેન્દ્રનું પરિણામ ૬૮.૯૨ ટકા આવ્યુ હતું. જેમાં ભિલોડા તથા વિજયનગરની ૬ શાળાઓના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જોકે ચિઠોડાની શાળાને સૌથી ઓછું ૨૪.૮પ ટકા તથા ભિલોડાની અક્ષર ઇન્ટરનેશનલ શાળાનું સૌથી વધુ ૯૭.પ ટકા પરિણામ આવ્યુ હતું.