• Gujarati News
  • ચૂંટણી ફરજ ઉપર મુકાયેલા કર્મીઓને અલગથી ભથ્થુ ચૂકવાશે

ચૂંટણી ફરજ ઉપર મુકાયેલા કર્મીઓને અલગથી ભથ્થુ ચૂકવાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.પાલનપુર બનાસકાંઠા લોકસભા બેઠક માટે આજે બુધવારે ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણીમાં ફરજ ઉપર મુકવામાં આવેલા કર્મચારીઓને ચૂંટણી પંચ દ્વારા તેમને અપાતા વેતન ઉપરાંત હોદ્દા પ્રમાણે અલગથી ચૂંટણી ભથ્થુ ચૂકવાશે.

બનાસકાંઠા લોકસભા બેઠકની ચૂંટણી માટે આજે બુધવારે મતદાન યોજાનાર છે. જેમાં જુદાજુદા બુથ ઉપર પોલીંગ ઓફિસર, પોલીંગ પટાવાળા, એસઆરપી પીઆઇ, પીએસઆઇ, એ.એસઆઇ હેડ કોન્સ્ટેબલ, લોકરક્ષકદળ, હોમગા‌ર્ડ‌ જવાન, તેમજ જી.આર.ડી. ને ફરજો સોંપવામાં આવી છે. તમામ કર્મચારીઓને પોતાના નિયત ભથ્થા ઉપરાંત ચૂંટણી પંચ દ્વારા હોદ્દા પ્રમાણેનું ચૂંટણી ભથ્થુ ચુકવવામાં આવનાર હોવાનું કલેકટર કચેરી સૂત્રોએ જણાવ્યું હતું.