• Gujarati News
  • ભિલોડાના ભરથરી સમાજના પરિવારોનો ચૂંટણી બહિ‌ષ્કાર

ભિલોડાના ભરથરી સમાજના પરિવારોનો ચૂંટણી બહિ‌ષ્કાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.ભિલોડા
ભિલોડાના ભરથરી તથા અન્ય સમાજના ૨૨ પરિવારોએ બુધવારે યોજાનારી લોકસભાની ચૂંટણીનો બહિ‌ષ્કાર કર્યાની ચીમકી ઉચ્ચારી છે.
ભિલોડામાં સર્વે નં.૨પ૩૪માં ભરથરી અને અન્ય જાતિના ૨૨ પરિવારો ઉપર આભ અને નીચે ધરતી જેવી સ્થિતિમાં છેલ્લા પ૦ વર્ષથી રહે છે. આ પરિવારોએ સરકાર દ્વારા ઘર વિહોણાને ઘર આપવાની યોજના અંતર્ગત અગાઉ વસાહત બનાવી આપવા રજુઆત કરી હતી. પરંતુ અત્યારે પરિવારો તેમના બાળકો સાથે અહીં વસવાટ કરતા હોવા છતાં વીજળી, પાણીની કોઇ સુવિધા અપાઇ નથી. જોકે પરિવારો રેશનકા‌ર્ડ‌, ચૂંટણીકા‌ર્ડ‌, આધારકા‌ર્ડ‌ ધરાવે છે. છતાં તેમની હાલત દયનીય છે, જેથી અહીં એક વસાહત બને તો આ પરિવારોના બાળકો અભ્યાસ કરી શકે તથા સુવિધા મેળવી શકે તેમ છે. પરિવારોએ પ્લોટ ફાળવવા માટે તંત્ર સમક્ષ રજુઆત કરવા છતાં કોઇ કાર્યવાહી કરાઇ નથી. જેથી આ પરિવારોએ છેવટે બુધવારે યોજાનાર લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવાનો બહિ‌ષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.