• Gujarati News
  • ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા કનડગત અંગે હાઇકો‌ર્ટમાં રિટ

ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા કનડગત અંગે હાઇકો‌ર્ટમાં રિટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.ભિલોડા
અરવલ્લી જિલ્લા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા કનડગત કરાતી હોવા મામલે ભિલોડાના ટ્રકમાલિકે હાઇકો‌ર્ટમાં રિટ દાખલ કરી છે.
આ અંગે ભિલોડાના ટ્રકમાલિક ઐયુબહુસેન મહંમદશા ફકીરે જણાવ્યુ હતું કે૨૦ એપ્રિલે તેમના ટ્રક ડ્રાઇવર બિપીનભાઇ ટ્રક ((જીજે ૯ઝેડ ૨૩૭પ)) લઇ કુકડીયા રેતી ભરી રોયલ્ટી પાસ લઇને પરત આવતા હતા ત્યારે લીલછા પાટીયા પાસે અરવલ્લી ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ ટ્રક અટકાવી રોયલ્ટી પાસ માગી ટ્રકની ચાવી, મોબાઇલ, રોકડ વિગેરે પડાવી લઇ ટ્રક આગળ ઉભો રાખી ફોટો પાડી માર મારવાની ધમકી આપતા ટ્રકચાલકે ભિલોડા જઇ માલિકને વાત કરતા અયૈુબહુસેન ફકીર ઘટના સ્થળે આવી અધિકારીઓ સમક્ષ રજૂઆત કરતા ટ્રકને માર્કેટયા‌ર્ડ‌ના વજનકાંટા પર લાવી વજન કરાયુ હતું. જેમાં રોયલ્ટી પાસમાં દર્શાવાયેલ ૧૦ ટનની કેપેસીટી કરતા પણ વજન ઓછું જણાયુ હતું. તેમ છતાં અધિકારીઓએ રૂઆબ બતાવી રોયલ્ટી પાસ ફાડી નાખી ટ્રકને ભિલોડા પોલીસ સ્ટેશનમાં મૂકાવી ટ્રકચાલક વિરૂધ્ધ ખોટી ફરિયાદ નોંધાવતા અધિકારીઓના બદઇરાદાથી નારાજ થઇ ટ્રક માલિકે ખાણ ખનીજ વિભાગના કમિશનરને તા.૨પ એપ્રિલે કનડગત કરાતી હોવા અંગે લેખિત રજૂઆત કરી છે તથા ટ્રકમાલિકે ખોટી ફરિયાદ બદલ હાઇકો‌ર્ટમાં તા.૨૪ એપ્રિલે રિટ દાખલ કરી છે.
આ અંગે ખાણ ખનીજ વિભાગના અધિકારી અજીતસિંગે જણાવ્યું હતું કે, ભિલોડાના ટ્રકમાલિકે કમિશનર સમક્ષ કરેલી રજૂઆત અંગે તપાસ કરાશે.