• Gujarati News
  • ઇડર વિજયનગર માર્ગ પર બે અકસ્માતમાં બેનાં મોત

ઇડર-વિજયનગર માર્ગ પર બે અકસ્માતમાં બેનાં મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રેકટરમાં બેઠેલો ખેતમજૂર પડીને ટ્રોલીના ટાયર નીચે ચગડાયો
ભાસ્કર ન્યૂઝ.કડિયાદરા
ઇડર-વિજયનગર માર્ગ પર સોમવારે બે અકસ્માતોમાં બે જણાના મોત નિપજયા હતા. ચોરીવાડ નજીક બાઇકની ટક્કરથી સ્કૂટર ચાલકને ગંભીર ઇજા થતાં મોત થયું હતું. જયારે સાંજે કડિયાદરાની સીમમાં ટ્રેકટરમાંથી પડી જઇ ટાયર નીચે ચગદાઇ જતાં ખેતમજૂરનું મોત થયુ હતું.
ચોરીવાડના હિ‌તવર્ધક મંડળના મંત્રી ઘેમરભાઇ શામળભાઇ પટેલ પોતાનું સ્કૂટર લઇ કેશરપુરા નજીક આવેલી ફેકટરીએ જતા હતા. ત્યારે આરજે ૨૭ એચએલ પ૮૨ નંબરની બાઇકના ચાલકે પુરઝડપે ટક્કર મારતા તેમને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. સારવાર માટે લઇ ગયા બાદ તેમનું મોત થતાં પંથકમાં શોક છવાઇ ગયો હતો. આ ઘટનાથી બેફામ દોડતા વાહન ચાલકો વિરૂધ્ધ આક્રોશ જોવા મળ્યો હતો. બનાવ સંદર્ભે ચોરીવાડ ઓ.પી.ના જગતસિંહે તપાસ હાથ ધરી હતી.
બીજી ઘટનામાં કડિયાદરા નજીક બોરીઓ ભરી ઇડર તરફ જતાં ટ્રેકટરમાં બેઠેલો ખેતમજૂર પડી જતાં ટ્રોલીના ટાયર નીચે આવી ચગદાઇ જતા અરવિંદભાઇ મોતાજી કોટકનું મોત નિપજયુ હતું. ત્યારબાદ મૃતકના ભાઇએ ઇડર પોલીસ સ્ટેશનમાં ટ્રેકટર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પો.સ.ઇ. જી.વી.ગોહિ‌લે તપાસ હાથ ધરી હતી.
વિજયનગરથી માથાસુર ત્રણ રસ્તા વચ્ચે નેશનલ હાઇવે બન્યા બાદ દ્વિચક્રી વાહન ચાલકો બેફામ દોડી રહ્યા છે. તેમની ઝડપથી નિર્દોષ લોકોના જીવ જઇ રહ્યા છે. લોકોના જીવ જોખમમાં મૂકી રહેલા વાહનચાલકો સામે પોલીસ તંત્ર દ્વારા સત્વરે પગલા લેવાય તે જરૂરી છે.