• Gujarati News
  • ડીસાના રાજપુર મઠના મહંત અને સેવકો પર જમીન બાબતે હુમલો

ડીસાના રાજપુર મઠના મહંત અને સેવકો પર જમીન બાબતે હુમલો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઢુવા નજીક આઠ શખ્સોએ કરેલા હુમલામાં મહંત અને સેવકને ગંભીર ઇજા
ભાસ્કર ન્યૂઝ.ડીસા
ડીસાના સુપ્રસિદ્ધ રાજપુરમઠ જાગીરના મહંત તેજપુરી મહારાજ અને તેમના સેવકો ઉપર સોમવારે સાંજના ડીસા તાલુકાના ઢુવા રોડ નજીક આવેલી જમીન બાબતે આઠ શખ્સોએ હુમલો કરતાં ચકચાર મચી ગઇ હતી. હુમલાખોરોએ રિવોલ્વર પણ બતાવી હોવાનું મહંતે જણાવ્યું હતું.
ડીસાના રાજપુરમઠના મહંત તેજપુરી ગુરુ જમનાપુરી મહારાજ ((હાલ રહે.આગડોલ મઠ)) સોમવારે સાંજના સુમારે ડીસા તાલુકાના ઢુવા રોડ નજીક રાજપુર મઠની જગ્યામાં આવેલી ગોપાલપુરી મંદિર જર્જરિત બન્યુ હોવાથી જોવા ગયા હતા. તેમની સાથે સેવકો માવજીભાઇ ડાહ્યાભાઇ રબારી, ડાહ્યાભાઇ માધાભાઇ રબારી અને ડ્રાયવર ચેહરાભાઇ ભીખાભાઇ કોળી ((તમામ રહે.આગડોલ)) સાથે હતા. જેઓ ગોપાલપુરી મંદિરેથી પરત આવતાં રસ્તામાં હરેશ બંસીલાલ સૈની, નરેશભાઇ સૈની તેમજ તેમના ભાગીદારો મળી આઠ જેટલા શખ્સોએ રસ્તામાં ટ્રેકટર આડુ કરી મહંતની ગાડીના ડ્રાયવરને રિવોલ્વર બતાવી ઉભા રાખ્યા હતા અને જમીનની અદાવતે બોલાચાલી કરી પાઇપો, લાકડાની કાતરો અને ધોકા વડે હુમલો કરી મહંત અને માવજીભાઇ રબારીને ઇજાઓ પહોંચાડી હતી.
આ બાબતે ડીસા શહેર પ‌શ્ચિ‌મ પોલીસ મથકે જાણ કરાતાં પીઆઇ કે.ડી.નકુમ સહિ‌ત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. ઇજાગ્રસ્ત મહંત અને સેવકને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં લવાયા હતા.