• Gujarati News
  • ધાનેરાની નેનાવા ચેકપોસ્ટથી ૧૧ ટ્રકોમાંથી ૧૩૯ બળદોને બચાવાયાં

ધાનેરાની નેનાવા ચેકપોસ્ટથી ૧૧ ટ્રકોમાંથી ૧૩૯ બળદોને બચાવાયાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બળદોને ટેટોડા ગૌશાળામાં મોકલી અપાયાં
૩૨ શખ્સો સામે કાર્યવાહી
ભાસ્કર ન્યૂઝ.ધાનેરા
ધાનેરા તાલુકાના નેનાવા ગામની ચેકપોસ્ટથી સોમવારે વહેલી સવારે ગૌસેવકો તથા પોલીસે ૧૧ ટ્રકોમાંથી ૧૩૯ બળદોને બચાવી લીધા હતા. આ બળદોને ટેટોડા ગૌશાળામાં મોકલાયા હતા. પોલીસે આ સંદર્ભે ૩૨ શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી છે.
રાજસ્થાનના સાંચોરથી ૧૧ ટ્રકો બળદો ભરીને આવી રહી હોવાની બાતમી મળતાં દિયોદરના ગૌસેવકો જસવંતભાઇ રાજપુરોહિ‌ત, મયુરભાઇ ઠક્કર, બળદેવ જોષી, વિપુલ જોષીએ ધાનેરા નેનાવા ચેકપોસ્ટ ઉપર પોલીસને જાણ કરીને તેમને સાથે રાખી નાકાબંધી કરી હતી. ત્યારે કતારબંધ આવેલી ૧૧ ટ્રકોને રોકાવી તપાસ કરતાં તેમાં ખીચોખીચ બળદો ભરેલા મળી આવ્યા હતા. આ અંગેની ટ્રકચાલકો પાસે કોઇપણ પ્રકારની પરમીટ ન હોવાથી તે તમામ ગાડીઓને ધાનેરા પોલીસ મથકે લવાઇ હતી અને પીઆઇ જે.ડી.સુતરીયાએ ગૌસેવકોને સાથે રાખી ૧૩૯ ગૌવંશોને પોલીસના જાા હેઠળ ટેટોડા ગૌશાળામાં મોકલી આપ્યા હતા. પોલીસે રૂ.પ૪ લાખની ૧૧ ટ્રકો કબજે લઇ ૩૨ શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.