• Gujarati News
  • અમીરગઢ ડબલ મ‌ર્ડ‌ર કેસમાં હત્યારો ચાર દી’ ના રિમાન્ડ પર

અમીરગઢ ડબલ મ‌ર્ડ‌ર કેસમાં હત્યારો ચાર દી’ ના રિમાન્ડ પર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.પાલનપુર
અમીરગઢના ડબલ મ‌ર્ડ‌ર કેસમાં હત્યારાને પોલીસે ચાર દી’ના રિમાન્ડ પર લઇ પૂછપરછ હાથ ધરી છે.
મહેસાણા દૂધસાગર ડેરીમાંથી બે ટેન્કરમાં દૂધ ભરીને રાજસ્થાનના માનેસર જઇ રહેલા અલુભાઇ ગુલમહંમદભાઇ સિંધી અને ઇબ્રાહિ‌મ સીલુભાઇ મુસલમાનની અમીરગઢ આરટીઓ ચેકપોસ્ટ નજીક શનિવારે રાત્રે ડાભેલા ગામના અમથુસિંહ દિવાનસિંહ ડાભીએ લૂંટના ઇરાદે હત્યા કરી હતી. આ ડબલ મ‌ર્ડ‌રકેસમાં પોલીસે હત્યારાને ઝડપી લીધો હતો. અમીરગઢ પીએસઆઇ એસ.બી. ચૌધરીએ જણાવ્યું કે, અમથુસિંહ ડાભીને કો‌ર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ માગ્યા હતા.ન્યાયાધીશે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.