• Gujarati News
  • કાયદાનો ભંગ કરનારા બે મકાનમાલિક દંડાયા

કાયદાનો ભંગ કરનારા બે મકાનમાલિક દંડાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ગાંધીધામ
કિડાણા અને આદિપુરના બે મકાનમાલિકે કલેક્ટરના જાહેરનામાની ઐસી કી તૈસી કરી પોતાના મકાન અને ઓરડીઓ ભાડે આપી દેતાં પોલીસે તેની સામે કાર્યવાહી કરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, વરસામેડીમાં રહેતા અને આદિપુરના વો‌ર્ડ‌ ૪/એમાં પ્લોટ ધરાવતા હરિભાઇ જગદીશભાઇ આહિ‌રે પોતાના પ્લોટ પર ઓરડીઓ બનાવી લીધી હતી અને કલેક્ટરના જાહેરનામા પ્રમાણે આ ઓરડીઓ ભાડે આપ્યાની જાણ કરી ન હતી, તો કિડાણાની શિવધારા સોસાયટીમાં રહેતા કે.રાજુ કે.કેશવ નાયડુએ મકાનમાં પેટા ભાડૂઆત રાખ્યો હતો. પૂર્વ કચ્છ એસઓજીએ આ બન્નેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.