• Gujarati News
  • યશવંતપુરાનો શખ્સ દેશી તમંચા સાથે ઝડપાયો

યશવંતપુરાનો શખ્સ દેશી તમંચા સાથે ઝડપાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.મહેસાણા
યશવંતપુરા ગામે શનિવારે મોડી સાંજે પેટ્રોલિંગ કરી રહેલી બાવલુ પોલીસને જોઈને નાસેલા શખ્સની તપાસ કરતાં તેની પાસેથી દેશી કટ્ટ ((તમંચો)) મળી આવતાં પોલીસે તેની વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કડીના બાવલુ પોલીસ મથકના પીએસઆઈ પી.જે.પટેલ સહિ‌ત સ્ટાફ શનિવારે મોડી સાંજે તાલુકાના યશવંતપુરા ગામમાં પેટ્રોલિંગમાં હતો. દરમિયાન દેવીપૂજક શંભુભાઈ ગગજીભાઈના ઘર આગળથી પોલીસની ગાડી નીકળતાં તેણે ગભરાઈને નાસી જવાનો પ્રયાસ કરતાં પોલીસને શંકા ગઈ હતી અને તેને ઝડપી લીધો હતો. તપાસ કરતાં કેડમાં ખોંસેલો દેશી કટ્ટ ((તમંચો)) મળી આવ્યો હતો. પોલીસે રૂ.૨ હજારની કિંમતનો તમંચો કબજે લઈ શંભુભાઈ વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તેને કો‌ર્ટમાં રજૂ કરતાં કો‌ર્ટે સોમવારે બપોર સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા.