• Gujarati News
  • પાલનપુરમાં દલિત સમાજ દ્વારા બાબા રામદેવના છાજીયા લેવાયાં

પાલનપુરમાં દલિત સમાજ દ્વારા બાબા રામદેવના છાજીયા લેવાયાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.પાલનપુર
યોગગુરુ રામદેવ દ્વારા ઉત્તરપ્રદેશમાં દલિત વિરોધી વિવાદાસ્પદ ટિપ્પણી કરતાં દલિત સમાજમાં રોષ ઉદ્દભવ્યો છે. રવિવારે પાલનપુરમાં દલિતો દ્વારા બાબા રામદેવના વિરુદ્ધ છાજીયા લઇ અને સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ આ અંગે પૂર્વ પોલીસમથકમાં અરજી અપાતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
બાબા રામદેવે શુક્રવારે ઉત્તરપ્રદેશમાં તેમની સભામાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને નિશાન બનાવી દલિત વિરોધી ટિપ્પણી કરી હતી. આ વિવાદાસ્પદ ટિપ્પણીને પાલનપુરના દલિત સમાજે વખોડી કાઢી રવિવારે સિમલાગેટ વિસ્તારમાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા આગળ બાબા રામદેવના છાજીયા લઇ તેમની વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. આ અંગેની દલિત સમાજ દ્વારા પૂર્વ પોલીસ મથકે અરજી આપવામાં આવી હતી. જેની વધુ તપાસ પીએસઆઇ કે.વાય. વ્યાસે હાથ ધરી છે.