• Gujarati News
  • પાલનપુરમાં યુવકને કેફી પદાર્થ સુંઘાડી ~ ૭પ હજારની લૂંટ

પાલનપુરમાં યુવકને કેફી પદાર્થ સુંઘાડી ~ ૭પ હજારની લૂંટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.પાલનપુર
પાલનપુર તાલુકાના હસનપુરના ગૃહસ્થ ઉપરતેમના પરિવારના જ યુવકનો ફોન આવતાં તેઓ ચોંકી ગયા હતા અને તાત્કાલિક ગેસ્ટ હાઉસે પહોંચી તપાસ કરતાં યુવક સાથે લૂંટની ઘટનાનો ઘટસ્ફોટ થયો હતો. આ અંગે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
હસનપુર ગામના અમરતભાઇ વિરાભાઇ પ્રજાપતિ શુક્રવારે હિ‌રા ઘસીને પરત જઇ રહ્યા હતા. ત્યારે રેલવે સ્ટેશન વિસ્તારની ગુા ગેસ્ટ હાઉસ પાસે આવેલા અજાણ્યા શખ્સોએ કેફી પદાર્થ સુંઘાડી અર્ધબેભાન અવસ્થામાં અમરતભાઇને ગુાજી ગેસ્ટ હાઉસમાં ૧૦૧ નંબરના રૂમમાં લઇ ગયા હતા. જ્યાં તેમના ગળામાં પહેરેલી રૂ. ૬૦ હજારની બે તોલાની ચેન, આંગળીમાં પહેરેલી રૂ. ૧પ૦૦૦ ની સોનાની વિંટી તેમજ રૂ. પ૦૦ રોકડા મળી કુલ રૂ. ૭પ,પ૦૦ ના મુદ્દામાલની લૂંટ કરી હતી. તેમજ અમરતભાઇ પ્રજાપતિને ગેસ્ટ હાઉસના બાથરૂમમાં પુરી બહારથી સ્ટોપર બંધ કરી રૂમ છોડી નાસી છૂટયા હતા. ત્યારબાદ એક કલાક બાદ અમરતભાઇ પ્રજાપતિને ભાન આવતાં પાસેના મોબાઇલ દ્વારા પરિવારને જાણ કરી હતી. જેથી પરિવારના સભ્યો અમરતભાઇને શોધતા-શોધતા ગુપ્તાજી ગેસ્ટ હાઉસ આવી પહોંચ્યા હતા. અને બાથરૂમમાં પુરાયેલા અમરતભાઇને બહાર નિકાળ્યા હતા. આ અંગે અજાણ્યા ઇસમો વિરુદ્ધ પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે રૂ. ૭પ હજારના સોના-ચાંદીના દાગીનાની લૂંટની ફરિયાદ નોંધી છે.