• Gujarati News
  • ૪૨ ગાયોને ગૌશાળામાં જ દફનાવાઇમાલગઢમાં ખોરાકી ઝેરથી મૃત્યુ પામેલી

૪૨ ગાયોને ગૌશાળામાં જ દફનાવાઇમાલગઢમાં ખોરાકી ઝેરથી મૃત્યુ પામેલી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લા તંત્ર અને પશુ આરોગ્ય તંત્રની ટીમો દોડી આવી :રજકાબાજરીનું સેમ્પલ લેવાયું
ભાસ્કર ન્યૂઝ.ડીસા
ડીસા તાલુકાના માગગઢ ગામે આવેલી શ્રી રામાબાપુ કૈલાસધામ ગૌ શાળામાં ગુરુવારે મોડી રાત્રે લીલા ઘાસમાં થયેલી ખોરાકી ઝેરની અસરથી કુલ ૪૨ ગાયો મૃત્યુ પામી હોવાનું ગૌશાળા દ્વારા જાહેર કરાયું હતું. રાતભર અન્ય ગાયોને બચાવવા પશુચિકિત્સકો દ્વારા જહેમત ઉઠાવાઇ હતી. જ્યારે જિલ્લા તંત્ર પણ દોડી આવ્યું હતું.
ડીસાના માલગઢ ગામે આવેલી શ્રીરામાબાપુ કૈલાશધામ ગૌશાળામાં ગુરુવારે મોડી રાત્રે ગાયોને લીલું ઘાસ નિરણ કરાતાં મોડી રાત બાદ એક પછી એક ગાય ટપોટપ મરવા લાગી હતી. જેથી ગૌશાળા સંચાલકો - સેવકોમાં દોડધામ મચી હતી. અને તાત્કાલિક પશુચિકિત્સકોની ટીમો બોલાવાઇ સારવાર શરૂ કરાઇ હતી. બનાવની જાણ થતાં ડીસા ડીવાયએસપી એચ.આર.દેસાઇ, મામલતદાર શિવરાજ ગિલવા, તાલુકા પીઆઇ આર.એમ.ભદોરીયા સહિ‌ત તંત્રની ટીમો દોડી આવી હતી. ગામમાંથી તેમજ ડીસાથી પણ મોટી સંખ્યામાં અગ્રણીઓ ગૌભક્તો દોડી આવી તરફડીયા મારતી ગાયોને બચાવવાના કામમાં લાગ્યા હતા. શુક્રવારે સવારે સુધી ગાયોને બચાવવાનું અભિયાન ચાલ્યું હતું. જ્યારે દાંતીવાડા કૃષિ યુનિ.ના પશુચિકિત્સક તબીબ બાબુભાઇ બારોટે જણાવ્યું હતું કે લીલા ઘાસમાં જંતુનાશક દવાનો છંટકાવ હોય તો પણ ખોરાકી ઝેરની અસર થઇ શકે છે. હાલમાં ઘાસના સેમ્પલ લેવાયા છે. જ્યારે ગૌશાળાના પ્રમુખ મફાજી પરમારે જણાવ્યુ ંહતું કે કુલ ૭પ૦ ગાયોમાંથી ૭૦૮ ગાયો સબ સંપૂર્ણ સ્વસ્થ્ય છે. જ્યારે ૪૨ ગાયો મૃત્યુ પામી છે. મૃત ગાયોને ગૌશાળા ખાતેજ દાટી દેવાની વિધિ કરાઇ હતી.’