• Gujarati News
  • જિલ્લા બહાર ફરજ બજાવતા ૩૨૪ આર્મી જવાનોને પોસ્ટલ બેલેટ મોકલાયાં

જિલ્લા બહાર ફરજ બજાવતા ૩૨૪ આર્મી જવાનોને પોસ્ટલ બેલેટ મોકલાયાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.પાલનપુર ગુજરાતમાં લોકસભાની ચૂંટણી ૩૦ એપ્રિલના રોજ યોજાનાર છે. જેમાં બનાસકાંઠા બહાર લશ્કરમાં ફરજ બજાવતા કર્મચારીઓને બનાસકાંઠા જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા પોસ્ટલ બેલેટ ઇસ્યુ કરવામાં આવ્યા છે. આ કર્મચારીઓ ૧પ મે-૨૦૧૪ પહેલાં પોતાનું પોસ્ટલ બેલેટ પોસ્ટ મારફતે ચૂંટણી અધિકારીને મોકલી શકશે.

આગામી ૩૦ એપ્રિલના રોજ લોકસભાની ચૂંટણી યોજાનાર છે. જેમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જેમાં ર-બનાસકાંઠા સંસદીય મતવિસ્તારમાં સમાવષ્ટિ અને જિલ્લા બહાર ભારતીય લશ્કરમાં ફરજ બજાવતા તેમજ અન્ય વિભાગમાં ફરજ બજાવતા ૩૨૪ કર્મચારીઓને ચૂંટણી વિભાગ દ્વારા અગ્રતાના ધોરણે ૩૨૪ પોસ્ટલ બેલેટ ઇસ્યુ કરાયા હતા. આ અંગે નોડલ અધિકારી બી.જે.પટેલે જણાવ્યું હતું કે જિલ્લા બહાર આર્મીના જવાનોને મોકલવામાં આવેલા પોસ્ટલ બેલેટમાં જવાનો મતદાન કરી તા. ૧પ મે -૨૦૧૪ પહેલાં નિયત કરાયેલા ચૂંટણી અધિકારીને મોકલી આપશે. જેથી આગામી ૧૬ મે -૨૦૧૪ના રોજ મતગણતરીમાં સમાવેશ કરવામાં આવશે.