• Gujarati News
  • ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા ઇફઊની પાંચ કંપની તૈનાત કરાશે

ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા જાળવવા ઇફઊની પાંચ કંપની તૈનાત કરાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પેટાચૂંટણીમાં પોલીસ તંત્રનું સઘન આયોજન
સ્થાનિક પોલીસ ઉપરાંત જીઆરડી, હોમગા‌ર્ડ‌ઝ, વન વિભાગના કર્મીઓ પણ ખડેપગે રહેશે
ભાસ્કર ન્યૂઝ.હિંમતનગર
સાબરકાંઠા લોકસભાની સામાન્ય અને હિંમતનગર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી ૩૦મી એપ્રિલના રોજ યોજાનાર છે, ત્યારે જિલ્લામાં સંવેદનશીલ વિસ્તારો સહિ‌તના મતદાન મથકો પર શાંતિપૂર્ણ અને ભયમુકત વાતાવરણમાં લોકો મતદાન કરે તે માટે જિલ્લા પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. જિલ્લામાં પાંચ બીએસએફના જવાનોની કંપની સાથે હોમગા‌ર્ડ‌ઝ અને જીઆરડીના મળી ૧પ૦૦થી વધુ જવાનો તૈનાત કરાશે. ઉપરાંત સ્થાનિક પોલીસ સહિ‌ત બહારના જિલ્લાઓમાંથી પણ પોલીસકર્મીઓને મતદાન મથકો પર તૈનાત કરાશે.
સાબરકાંઠા સંસદીય મતક્ષેત્રના હિંમતનગર, ઇડર, વડાલી, ખેડબ્રા, પોશીના, વિજયનગર, પ્રાંતિજ અને તલોદ તાલુકાના મતદાન મથકો પર મતદારો શાંતિપૂર્ણ અને ભયમુકત રીતે મતદાન કરી શકે તેની કાયદો-વ્યવસ્થા બાબતે પોલીસ વિભાગે સતર્કતા દાખવી છે. આદર્શ આચાર સંહિ‌તાના અમલ માટે સમયાંતરે બેઠકો યોજી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુચારૂ રીતે ગોઠવાય તે માટે વ્યવસ્થા ગોઠવાઇ છે.
જિલ્લા પોલીસવડા ચિરાગ કોરડીયાએ જણાવ્યું હતું કે, જિલ્લાના કેટલાક સંવેદનશીલ મતદાન મથકોને ધ્યાને લઇ તેવા મતદાન કેન્દ્રો પર શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે બીએસએફના જવાનોની પાંચ કંપનીઓ તૈનાત કરાશે. ઉપરાંત જિલ્લાના તમામ મતદાન મથકો પર સ્થાનિક પોલીસ, ઉપરાંત પ૦૦થી વધુ બહારના, જિલ્લાના પોલીસકર્મીઓને સેવામાં લઇ જીઆરડીના પ૦૦ અને હોમગા‌ર્ડ‌ઝના ૧૦૦૦થી વધુ જવાનો સાથે વન વિભાગના પણ ૧૦૦ જેટલા કર્મીઓ સુરક્ષા વ્યવસ્થા સાથે જોડાશે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાના કડક અમલ માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાનું સુચારૂ આયોજન ગોઠવાયું છે. જેથી આવા મતદાન મથકો પર મતદારો નર્ભિીકપણે મતદાન કરી શકે.
પોલીસ હેડકવાટ‌ર્સના સૂત્રોએ જણાવ્યું કે, હવે મતદાનને આડે માંડ ગણતરીના દિવસો બાકી છે, ત્યારે જિલ્લાના સરહદી રાજય સાથે જોડાયેલા માર્ગો સાથે ચેકપોસ્ટો પર જવાનોને દિવસ-રાત ખડેપગે રાખી સઘન વાહન ચેકીંગ ઝુંબેશ ચલાવાઇ રહી છે. મતદાનના દિવસ દરમિયાન કોઇપણ સ્થાન પર અનિચ્છનીય ઘટના બને તો તેને પહોંચી વળવા માટે મોબાઇલ મોનીટરીંગ ટીમ કાર્યરત રહેશે.