• Gujarati News
  • ગેસ સિલીન્ડરની હોમ ડીલીવરી ખોરવાતાં ગ્રાહકો લાલઘૂમ

ગેસ સિલીન્ડરની હોમ ડીલીવરી ખોરવાતાં ગ્રાહકો લાલઘૂમ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. પાલનપુર

પાલનપુર ખાતે ગેસ એજન્સીઓ દ્વારા ગ્રાહકોને સિલીન્ડરની હોમ ડીલીવરી કરવામાં આવે છે. જો કે છેલ્લા ૨૦ દિવસથી ગ્રાહકોને નિયમિત લાલ બાટલા મળતાં ન હોવાથી ઉગ્ર રોષ ઉદ્દભવવા પામ્યો છે. જેમાં કેટલાક ગ્રાહકો દ્વારા જિલ્લા પુરવઠા અધિકારી સમક્ષ પણ રજૂઆતો કરવામાં આવી છે.

પાલનપુર ખાતે પ્રતિક ગેસ એજન્સી દ્વારા ગેસના સીલીન્ડરની હોમ ડીલીવરી આપવામાં આવે છે. જો કે, દસ હજાર ગ્રાહકોને નિયમિત લાલ બાટલો મળતો ન હોવાથી ઉગ્ર રોષની લાગણી ઉદ્દભવવા પામી છે. આ અંગે કોલેજ કમ્પાઉન્ડના મનોજકુમાર એમ. સથવારાએ જણાવ્યું હતું કે, છેલ્લા ૨૦ દિવસથી ગેસની હોમ ડીલીવરી નિયમિત મળતી નથી. પરિણામે રિક્ષા ભાડું ખર્ચી‍ને છેક ગોડાઉનમાં બાટલા લેવા જવું પડે છે. પરિણામે હોમ ડીલીવરીના ચાર્જ સાથે રૂ. ૪૨૩ માં પડતો બાટલો રિક્ષાના ભાડા સાથે રૂ. પ૦૦ માં પડી રહ્યો છે. આ અંગે પુરવઠા તંત્રને જાણ કરી છે પરંતુ કોઇ નિકાલ આવ્યો નથી.

ફોટો કેપ્શન :૧

પાલનપુરમાં છેલ્લા ૨૦ દિવસથી ગ્રાહકોને સિલીન્ડરની હોમ ડીલીવરી મળતી ન હોવાથી ઉગ્ર રોષ ઉદ્દભવવા પામ્યો છે.- ભાસ્કર