• Gujarati News
  • હારિજના સોઢવમાં નજીવા મામલે ૃચ્ ’મારપીટ :આરોપી પોલીસ પકડથી દૂર

હારિજના સોઢવમાં નજીવા મામલે ૃચ્/’મારપીટ :આરોપી પોલીસ પકડથી દૂર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. હારિજ
હારિજ તાલુકાના સોઢવ ગામે દલિત લોકોના બે જૂથે વચ્ચે તકરાર સર્જા‍તાં બંને પક્ષો દ્વારા ધારીયા, લાકડી ગડદાપાટુનો માર મારવાની સાત આરોપીઓ વિરુદ્ધ ફરીયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે, મોટાભાગના આરોપી પોલીસની પક્કડમાં આવ્યા નથી.
સોઢવના અશોકકુમાર મોહનભાઇ પરમાર તેમના મહોલ્લા આગળ ઉભા હતા ત્યારે પરમાર મુકેશભાઇ ગણેશભાઇ તું મારા પેસેન્જરો કેમ વાહનોમાં ભરે છે તેમ કહી માથાના ભાગે ધારીયું મારી ઇજા પહોંચાડી હતી. જ્યારે બીજા બે શખ્સો મોહનભાઇ ગણેશભાઇ પરમાર, કિરણભાઇ ગણેશભાઇ પણ આવીને લાકડી ગડદાપાટુનો માર માર્યો હતો. જેથી ફરીયાદ હારીજ પોલીસ મથક ખાતે પરમાર અશોકકુમારે ત્રણ આરોપી વિરુદ્ધ નોંધાવી હતી. જ્યારે સામાપક્ષની ફરીયાદ મુજબ શનિવારે રાત્રીના સુમારે પરમાર રમેશભાઇ ગણેશભાઇની ભત્રીજી સાથે બોલાચાલી કરતાં હોઇ ઠપકો આપવા જતાં ઉશ્કેરાઇ જઇ પરમાર ઇશ્વરભાઇએ ધારીયું માર્યું હતું. જ્યારે અન્ય આરોપીઓને બરડામાં લાકડી ગડદાપાટુનો માર માર્યો હતો. જેમાં હારીજ પોલીસ સ્ટેશન ખાતે પરમાર રમેશભાઇ ગણેશભાઇએ ચાર આરોપી પરમાર ઇશ્વરભાઇ હેમાભાઇ, અમૃતભાઇ હેમાભાઇ, અશોકભાઇ મોહનભાઇ, નરેશ મોહનભાઇ વિરુદ્ધ ફરીયાદ
નોંધાવી હતી.
પીએસઆઇ ચાવડાના જણાવ્યા મુજબ, એક આરોપી ઝડપાયો છે. જ્યારે બે આરોપી ધારપુર ખાતે સારવાર હેઠળ છે અને અન્ય આરોપીઓને પકડવા માટેની તજવીજ ચાલુ છે.