• Gujarati News
  • શહેરમાં પાકિગ, પાણીની, તો ગ્રામ્ય વિસ્તારમાં સિંચાઇના પાણીના પ્રશ્નો

શહેરમાં પાકિગ, પાણીની, તો ગ્રામ્ય વિસ્તારમાં સિંચાઇના પાણીના પ્રશ્નો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.પાલનપુર

ચૂંટણીએ રાજનેતાઓને હાથ જોડતા કરી દીધા છે. ચૂંટાયા પછી મતદાર નેતાને હાથ જોડતો થઇ જાય છે. ચૂંટણીનો અવસર વિત્યે પ્રજાની સમસ્યા કે પીડા કહેવી તો કોને કહેવી? કેમ કે પછી રાજનેતાઓના દર્શન દુર્લભ બની જાય છે. આવી જ સમસ્યાઓથી ઘેરાયેલા પાલનપુર શહેરના પ્રજાજનો આજે પણ પીડાઓ ભોગવી રહ્યા છે.

પાલનપુર શહેરના પૂર્વ વિસ્તારના મફતપુરા, વડલીવાળા પરા, કમાલપુરા, ભક્તોલીમડી સહિ‌તના વિસ્તારોમાં આજે પણ પીવાના પાણીની સમસ્યા છે. પાણીના પુરતા ફો‌ર્સના અભાવે એક માથા જેટલી ઊંડી કુંડીઓ બનાવીને તેમાં ભરાતા પાણીનો રોજીંદો ઉપયોગ કરવો પડે તેવી રહીશોની મજબૂરી બની ગઇ છે. સ્થાનિક તંત્રનું આ અંગે રહીશોએ ધ્યાન દોરવા છતાં પરિસ્થિતિમાં કોઇ બદલાવ આવ્યો નથી. મફતપુરા વિસ્તારને ઓરમાયા વિસ્તાર તરીકે જોવાતો હોય તેમ રહીશો અત્યંત હાલાકી ભોગવી રહ્યા છે. વિધાનસભાની ગત ચૂંટણીમાં ભાજપના ધારાસભ્ય સામે નારાજગી હતી. જેમાં ગોવિંદભાઇ પ્રજાપતિને હારનો સામનો કરવો પડયો હતો. કોંગ્રેસના મહેશ પટેલ આ બેઠક જીત્યા બાદ પણ શહેરની સ્થાનિક સમસ્યાઓ કોઇ રીતે ઉકેલાઇ ગઇ નથી. ન તો કોઇ પ્રગતિ થઇ છે. આમ ભાજપ અને કોંગ્રેસની અજમાઇસી બાદ પણ નાગરિકોની સમસ્યાઓનો તો કોઇ અંત જ આવ્યો નથી. શહેરને સૌથી વધુ કનડતી સમસ્યા હોય તો પાકિગની છે. શોપીંગ સેન્ટરોની બહાર વાહનોનો ખડકલો ટ્રાફિકને અવરોધી રહ્યો છે. જોકે છેલ્લા કેટલાક માસથી સફાઇનું કામ થઇ રહ્યું છે. પરંતુ બાકીની સમસ્યાઓ તો ઠેર-ઠેર છે.

ગ્રામ્ય વિસ્તારમાં સિંચાઇની સમસ્યા

પાલનપુર તાલુકામાં ૧પ૦થી ૨૦૦ ફુટ નીચે પથ્થર આવી જાય છે. પીવાના પાણી માટે ધરોઇ આધારિત પાણી અપાઇ રહ્યું છે. પરંતુ ખેતી માટે સિંચાઇના પાણીની જરૂરીયાત માટે કોઇ ઠોસ યોજના નથી. જેથી કેટલીક જમીન બંજર જેવી પડી રહી છે. જ્યાં બોરવેલ દ્વારા પણ પાણી મેળવી શકાતુ નથી. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારના ગામડાઓમાં એવા મોટા તળાવ પણ નથી. જેથી સિંચાઇના પાણીથી ખેતી કરી શકાય.

કર્માવદ તળાવ નર્મદાના પાણીથી ભરવાની દરખાસ્ત અભરાઇએ

પાલનપુરથી ૧૭ કિલોમીટર દૂર આવેલા જલોત્રા ગામ નજીક વિશાળ કર્માવદ તળાવ આવેલું છે.જેને નર્મદાના પાણીથી ભરવાની એક દરખાસ્ત કરાઇ હતી. પરંતુ તે ફળીભૂત થઇ શકી નથી. આ અંગે વાસણ((ધા)) ગામના પૂર્વ સરપંચ મોતીભાઇ બોકરવાડીયાએ જણાવ્યું હતું કે જો કર્માવદના તળાવમાં નર્મદાના પાણી ભરવાની યોજના અમલી બની હોત તો આજુબાજુના ૩૦ કિલોમીટરના વિસ્તારમાં આવેલા ગામડાઓમાં ભૂર્ગભ પાણીના તળ ઊંચા આવી જાત . જે યોજના હજૂ બની શકી નથી. તે આ વિસ્તારની કમનસીબી છે.

માનસરોવર તળાવ ગંદા પાણીનું સંગ્રહસ્થાન બન્યું

નવાબી સમયના પાલનપુર શહેરમાં આવેલા માનસરોવર તળાવનું અગાઉ બ્યુટી ફિકેશન કરવા લાખો રૂપિયા ખર્ચાયા હતા. આજે તેની દુર્દશા એવી બની છે કે, ખર્ચેલા નાણાં તો વેડફાયા છે પરંતુ શહેરનું ગંદુપાણી આ તળાવમાં ઠલવાઇ રહ્યું છે. હવે ગંદુ પાણી પણ લીલ બાઝીને લીલા કલરનું બન્યું છે. અને દુગ્ર્‍ાંધ મારી રહ્યું છે. એજ રીતે લડબી નદીના કુદરતી વહેણની આસપાસ ગેરકાયદેસર બાંધકામોએ તેના વહેણની સ્થિતિ જ બદલી નાંખી છે.

પાલનપુર વિધાનસભા વિસ્તારના મતદારો

વિસ્તાર : પુરુષ સ્ત્રી કુલ

શહેરી : ૪૮૦૨પ ૪૩પ૬૭ ૯૧,પ૯૨

ગ્રામ્ય : ૭૩૩૪૩ ૬૮૦૩૩ ૧,૪૧,૩૭૬

લોકસભાના ર૦૦૯ ચૂંટણીમાં આ વિસ્તારના મત

પક્ષ મેળવેલા મત

કોંગ્રેસ પ૩૭૨૭

ભાજપ ૩૯૯પ૪

જીપીપી ૧૦પ૧

અપક્ષ ૬૧૬૯

વિધાનસભા ૨૦૧૨માં કોને કેટલા મત

કોંગ્રેસ ૭પ,૦૯૭

ભાજપ ૬૯,૮૧૩

બસપ ૭૩૭

લોજપ ૨૨૩

સમપા પ૦૭

જીપીપી ૭૬૪

રીપાઇ((એ)) ૨૭૦

અપક્ષ ૧૦,૦૪૬

બનાસકાંઠામાં ક્યાંક ભાજપ, તો ક્યાંક સત્તામાં કોંગ્રેસ

બનાસકાંઠા લોકસભાના વિસ્તારમાં આવતા ૧૨-પાલનપુર વિધાનસભા વિસ્તારમાં હાલ પંજાનું શાસન છે. જ્યારે આ સંસદીય મતવિસ્તારમાં સમાવષ્ટિ ૧૦ તાલુકા પંચાયત પૈકી સાતમાં ભાજપ અને ત્રણમાં કોંગ્રેસ સત્તા સંભાળે છે. જ્યારે પાંચ પાલિકાઓમાં ત્રણ ભાજપ પાસે અને બે કોંગ્રેસ પાસે છે. એજ રીતે ૧૧ માકે‌ર્ટયા‌ર્ડ‌ પૈકી ૮ ભાજપ પાસે ત્રણ કોંગ્રેસ પાસે છે. આમ મહત્તમ જગ્યાએ કમળ’ ખિલ્યું છે. પરંતુ મતદારોનો મિજાજ બદલાતો રહે છે.

ફોટો કેપ્શન :૭

પાલનપુરનું માનસરોવર તળાવ રમણીય બનાવવાના બદલે ગટરનું ગંદુ પાણી ઠલવાઇ રહ્યું છે. પરિણામે દુગ્ર્‍ાંધ પ્રસરી રહી છે.- ભાસ્કર

ફોટો કેપ્શન :૮,૯,૧૦

પાલનપુરના મફતપુરા, ભક્તોની લીમડી, કમાલપુરા, વડલીવાળા પરા વિસ્તાર પુરતા ફો‌ર્સના અભાવે રહીશોને ઊંડા ખાડા કરીને પીવાનું પાણી મેળવું પડે છે.- ભાસ્કર