• Gujarati News
  • રાધીવાડ ગામે ઢોર ચરાવવા બાબતે માર મારતાં ફરિયાદ

રાધીવાડ ગામે ઢોર ચરાવવા બાબતે માર મારતાં ફરિયાદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રા: તાલુકાના રાધીવાડ ગામે બુધવારે ઢોર ચરાવવા બાબતે ઝઘડો થતાં ચાડા ગામના ચાર જણા વિરૂધ્ધ ખેડબ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઘટતી કાર્યવાહી હાથ ધરી છે. રાધીવાડ ગામના શેતાનસિંહ કિશોરસિંહ ગોહિ‌લની જમીન ગુદેલ ગામની સીમમાં આવેલ છે. બુધવારે ચાડા ગામના કેટલાક લોકો ઢોર ચરાવી રહ્યા હતા. જેથી શેતાનસિંહે ભેલાણ ન કરવા જણાવ્યુ હતું. જેથી જોગાભાઇ મેરાજીભાઇ રબારીએ શેતાનસિંહને માર મારી ધમકી આપી હતી. જે અંગે શેતાનસિંહે જોગાભાઇ રબારી, નવગણભાઇ કલ્યાણભાઇ રબારી,લાલાભાઇ વિઠ્ઠલભાઇ રબારી અને અમીરભાઇ કાલાભાઇ રબારી વિરૂધ્ધ ખેડબ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.