• Gujarati News
  • કોલેજિયન ચોર પાસેથી વધુ ચાર મોબાઇલ કબજે લેવાયાં

કોલેજિયન ચોર પાસેથી વધુ ચાર મોબાઇલ કબજે લેવાયાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરમાં ચોરાયેલા મોબાઇલ પરત મેળવવા વિદ્યાર્થીઓ દ્વારા સતત પોલીસને પુછતાછ
ભાસ્કર ન્યૂઝ.પાલનપુર
પાલનપુર ખાતે કોમ‌ર્સ કોલેજમાંથી પાલનપુર તાલુકાના લુણવા ગામનો છાત્ર અન્ય વિદ્યાર્થીઓના મોબાઇલની ચોરી કરતાં ઝડપાઇ ગયો હતો. જેની વિરૂદ્ધ પોલીસ ફરિયાદના આધારે પોલીસે એક દિવસના રિમાન્ડ મેળવી પુછતાછ હાથ ધરતા ચોરીના વધુ ચાર મોબાઇલ ફોન કબજે લેવાયા છે.
પાલનપુરના લુણવા ગામના સુખી સંપન્ન પરિવારમાંથી આવતો શૈલેષકુમાર ભાવજીભાઇ ચૌધરી મોજશોખ માટે ચોરીના રવાડે ચઢી ગયો હતો. જે કોલેજમાંથી મોબાઇલ ફોનની ચોરી કરતાં ઝડપાઇ ગયો છે. પોલીસે શૈલેષ ચૌધરીને બુધવારે કો‌ર્ટ સમક્ષ રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. દરમિયાન તેમ પુછતાછમાં ચોરીના વધુ ચાર મોબાઇલ ફોન કબજે લેવામાં આવ્યા છે. જે મુળ માલિકની ખાત્રી કર્યા બાદ નિયમાનુસાર રીતે પરત અપાશે. બીજી તરફ જે વિદ્યાર્થીઓના મોબાઇલ ફોન ચોરાયા છે. તેઓ મોબાઇલ પરત મેળવવા માટે સતત પોલીસને પૃચ્છા કરી રહ્યા છે.