• Gujarati News
  • દેરોલમાં પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

દેરોલમાં પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ.તલોદ/ખેડબ્રા
ખેડબ્રા પાસે આવેલા અને દિગમ્બર જૈન સમાજના અતિ પ્રાચીન મંદિર તરીકે ઓળખાતા દેરોલ ગામના જૈન મંદિરમાં છ દિવસીય પંચ કલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ તથા વિશ્વ શાંતિ મહાયજ્ઞનું આયોજન કરાયુ છે.
તા.૨૭ એપ્રિલથી તા.૨ મે ૨૦૧૪ સુધી પંચ કલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ તથા વિશ્વ શાંતિ મહાયજ્ઞનું આયોજન હાથ ધરાયુ છે. દેવાધિદેવ શ્રી ૧૦૦૮ પાશ્ર્વનાથ દિગમ્બર જિનબિમ્બનો આ મહોત્સવ ગિરનાર ઉપસર્ગ વિજેતા દિવ્ય મુનિ ૧૦૮ શ્રી પ્રબલસાગરજી મહારાજના સાનિધ્યમાં ઉજવાશે.
રત્ન, સુવર્ણ-ચાંદીના ફુલોથી તથા અલૌકિક કળશોથી સુશોભિત મંડપમાં સાતઇન્દ્રની પૂજાનો અવસર પ્રાપ્ત થશે. જેમાં સૌ ધર્મ ઇન્દ્ર, ભગવાનના માતા-પિતા, કુબેર ઇન્દ્ર, યજ્ઞ નાયક ઇન્દ્ર, ઇશાન ઇન્દ્ર, મહેન્દ્ર ઇન્દ્ર નોગણ પૂજા-અર્ચના કરશે તથા દેવપુરી ઇન્દ્રમાં આઠ પરિવાર છે.
મહોત્સવમાં પ્રથમ ધ્વજા-રોહણ તથા ગર્ભ કલ્યાણક પ્રસંગ ઉજવાશે. સોમવારે ઉત્તરાર્ધ ગર્ભ કલ્યાણક મહોત્સવ, મંગળવારે જન્મ કલ્યાણક, બુધવારે તપ કલ્યાણક, ગુરૂવારે જ્ઞાન કલ્યાણક અને શુક્રવારે મોક્ષ કલ્યાણક પ્રસંગ ઉજવાશે. આ મહામાંગલિક પ્રસંગોમાં અનેક દાતાઓએ પોતાનું યોગદાન આપ્યુ છે. વધુમાં દેવપુરી ટ્રસ્ટ, વિશાહુમ્મડ પંચ મહાજન પંચ કલ્યાણક સમિતિ તથા ગુજરાતી દિગમ્બર સમાજ પ્રસંગોચિત તમામ વ્યવસ્થા કરાઇ છે.