• Gujarati News
  • ધાનેરામાં નોડયૂ સર્ટી.માં સિક્કો કરવામાં ઉઘરાણું!

ધાનેરામાં નોડયૂ સર્ટી.માં સિક્કો કરવામાં ઉઘરાણું!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માત્ર બે બેંકો લોકો પાસેથી લૂંટ ચલાવે છે,કલેકટરને લેખિત રજૂઆત કરાઇ છે
ભાસ્કર ન્યૂઝ. ધાનેરા
ધાનેરા તાલુકામાં ખેડૂતોને ધીરાણ મેળવવા નો ડયૂ સર્ટિ‌ફીકેટમાં બેંકોના સિક્કાઓ કરાવવાના હોય છે પરંતુ ધાનેરાની માત્રને માત્ર બે બેંકો નો ડયૂ સર્ટી. ઉપર સિક્કો કરવાના ૧૦૦-૧૦૦ રૂપિયા લઇ રહી છે. જેનો ક્યાંય નિયમ પણ નથી. આમ સિક્કો લગાવવાના પૈસા લેવાતાં ખેડૂતોમાં બૂમરાડ ઉઠી છે.
બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલન પર આધારીત છે. ત્યારે આ જિલ્લાના ખેડૂતો ઉનાળું પાકની વાવણી કરવા માટે બેંક પાસેથી પાક ધીરાણ મેળવવામાં આવે છે. એપ્રિલ મહિ‌નાથી ધિરાણ મેળવવાની શરૂઆત થતી હોય છે. જે બેંકમાંથી ધીરાણ મેળવવાનું હોય છે તે બેંક ખેડૂતને કે અન્ય કોઇ લોન લેનારને એક ફોર્મ આપતી હોય છે જેને નો ડયૂ સર્ટી. તરીકે ઓળખવામાં આવે છે. જેમાં બીજી બેંકમાંથી કોઇ કરજ ઉપાડેલ છે કે નહીં તેની ખરાઇ કારવીને સિક્કો કરાવવાનો હોય છે. જેને લઇ ખેડૂતોએ ધાનેરાની આશરે૧૦ જેટલી બેંકોમાં રખડવું પડતું હોય છે. પરંતુ તેમાંની બેંક ઓફ બરોડા તથા જમીન વિકાસ બેંક ((ખેતી બેંક)) જે ખેડૂતો પાસેથીમાત્રને માત્ર ફોર્મ ઉપર સિક્કો કરવાના ૧૦૦ રૂપિયા ભરાવતા હોવાથી ખેડૂતોમાં ભારે બુમરાડ ઉઠવા પામી છે. આ અંગે ખેડૂતો દ્વારા કલેકટરને પણ લેખિતમાં રજૂઆતો કરવામાં આવી છે. આ બાબતે કિસાન સંઘના પ્રમુખ વિરમાભાઇએ જણાવેલ કે જે ખેતી બેંક છે તે જ ખેડૂતોને લૂંટી રહી છે. પહેલાં ૧૦ રૂપિયા હતા હવે ૧૦૦ રૂપિયા ઉઘરાવી રહી છે. તો તે ક્યાંથી ખેડૂતોની બેંક હોય. જ્યારે બીજી બેંક ઓફ બરોડા પણ ખેડૂતો પાસેથી નો ડયૂના ૧૦૦ થી વધારે રૂપિયા વસૂલ કરે છે તેમની સામે રીઝર્વ બેંકે પગલાં લેવા જોઇએ.
આ બાબતે જમીન વિકાસ બેંક તથા બેંક ઓફ બરોડાના બેંકના અધિકારીઓને પૂછતાં બન્નેનો એક જવાબ મળ્યો હતો કે ઉપરી કચેરીના જણાવ્યા પ્રમાણે કામગીરી કરાય છે.