• Gujarati News
  • જનતા કોંગ્રેસને રસ્તો દેખાડવાના મૂડમાં: મોદી

જનતા કોંગ્રેસને રસ્તો દેખાડવાના મૂડમાં: મોદી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.પાલનપુર-ડીસા
૪૨ ડીગ્રી ગરમીમાં ધૂળની ડમરીઓ વચ્ચે આટલી મોટી જનમેદનીનો મિજાજ બતાવે છે કે ભાજપની આ આંધી નહી પણ સૂનામી છે અને હવે કોંગ્રેસને કોઇ બચાવી શકશે નહીં. કોંગ્રેસનો ખેલ ખતમ થયો છે.’ એમ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્રભાઇ મોદીએ ડીસાના હવાઇ પિલ્લર મેદાન ખાતે યોજાયેલી જંગી જાહેર સભામાં જણાવ્યું હતું.
૨૪ એપ્રિલે વારાણસી ખાતેથી પોતાનું ચૂંટણી ફોર્મ ભરતા અગાઉ ગુજરાતીઓના આર્શીવાદ મેળવવા આવ્યો છું તેમ જણાવી મોદીએ ગુજરાતીઓએ જેમ ર૦ વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસને સત્તાથી દૂર રાખી છે. તેમ દેશની જનતા પણ કોંગ્રેસને રસ્તો દેખાડી દેવાતા મૂડમાં છે તેમ જણાવ્યું હતું. મોદીએ સોનીયા-રાહુલ પર નિશાન તાકતા જણાવ્યું હતું કે, મા-બેટાની સરકારે દેશનું ધનોત-પનોત કાઢી નાખ્યું છે. આપણે માનતા હતા કે, દિલ્હીમાં મનમોહનસિંહની સરકાર છે પરંતુ વડાપ્રધાનનાજ માણસે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે સરકાર મા-બેટાને હતી. અને તેઓ રીમોટથી ચાલવતા હતા. પરંતુ દેશ હવે જાણી ગયો છે કે દેશને તબાહ કરવામાં આવ્યો છે. જેની સામે એક અવાજ ગુજરાતથી ઉઠયો છે. જેને સમગ્ર દેશે સમર્થન આપ્યું છે.
મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે હું સમગ્ર દેશમાં વિકાસની વાતો કરુ છું ત્યારે આખી કોંગ્રેસ મોદી રોકો-મોદી રોકોની વાતો કરે છે. ગમે તેમ કરીને ષડયંત્ર રચીને પણ મોદીને રોકાવા સત્તાવાળા કામે લાગ્યા છે. પરંતુ ૧૬ મે પછી તેઓની જગ્યા ક્યાં હશે તે લોકો બતાવી દેશે. ગુજરાતીઓ ર૦ વર્ષથી ભૂલ કરતા નથી તેમ દેશ પણ આ વખતે ભૂલ નહીં કરે. ગુજરાતમાં કોંગ્રેસનું ખાતુ પણ નહીં ખુલે અને અનેક રાજ્યોમાં કોંગ્રેસ બે આંકડામાં પણ બેઠકો નહીં મેળવી શકે કારણ કે, ઢીલી પોચી સરકારને કાઢી હવે મજબૂત ઇરાદાવાળી સરકાર દેશ ચલાવવા જોઇએ તેમ લોકો જાણી ચૂક્યા છે.