• Gujarati News
  • ભરઉનાળે કુલરમાં પાણી નહીં ભરાતાં દર્દીઓને રઝળપાટ

ભરઉનાળે કુલરમાં પાણી નહીં ભરાતાં દર્દીઓને રઝળપાટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર : પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ તેમજ તેમના સગા-સબંધીઓની સુવિધા માટે પાણીના કુલર મુકવામાં આવ્યા છે. જોકે, ઉનાળામાં જ કેટલાક કુલરમાં પાણી ભરાતું ન હોવાથી પાણી માટે રઝળપાટ કરવો પડી રહ્યો છે. આ અંગે દર્દીના સબંધી કલ્પનાબેન પરમારે આક્રોશપૂર્વક જણાવ્યું કે એ.આર.ટી.સેન્ટર સામે મુકવામાં આવેલા પાણીના કુલરમાં આજે સવારથી જ પાણી આવતું નથી. આથી હોસ્પિટલના પરિસરમાં બનાવેલી પરબે પાણી લેવા જવું પડે છે. સિવિલ હોસ્પિટલમાં લાખો રૂપિયાના ખર્ચે પાણીની સુવિધા તો ઉપલબ્ધ કરાઇ છે. પરંતુ તેમાં પાણી જ ન હોવાથી આ ખર્ચ એળે ગયો છે. જ્યારે સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં પાણીનું કુલર મુકાયું છે. જોકે, હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગા-સંબંધીઓને ત્યાંથી પાણી ભરવા દેવામાં આવતું ન હોવાનો બળાપો દર્દીઓ ઠાલવી રહ્યા છે. જોકે, આ અંગે સિવિલ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે હોસ્પિટલના કુલરોમાં નિયમિત પાણી ભરવામાં આવે છે. બુધવારે એ.આર.ટી.સેન્ટર સામે મુકેલા કુલરની સફાઇ કરાઇ હોઇ પાણી ભરી શકાયું નથી.