• Gujarati News
  • વડનગરમાં ઘેર, વિસનગરમાં ખાસડાયુદ્ધ

વડનગરમાં ઘેર, વિસનગરમાં ખાસડાયુદ્ધ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ. વિસનગર
આસુરી શક્તિ ઉપર વિજયની ખુશાલીરૂપે હોળી ધુળેટી પર્વ રંગોથી મનાવાય છે. પરંતુ વિસનગર અને વડનગરમાં આ પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. વડનગરમાં દોઢસો વર્ષથી ફાગણ સુદ ચૌદસના દિવસે નગરજનો દ્વાર શહેરના મુખ્ય બજારોમાં ઘેર કાઢી ધ્વજા અને સરઘસ સાથે વાજતે ગાજતે ઉજવણી કરાય છે જ્યારે તામ્રનગરી વિસનગરમાં ધુળેટીનું પર્વ રંગોને બદલે એકબીજા તરફ જુતા ચંપલ ફેંકી ખાસડાયુધ્ધ કરી મનાવાય છે.
વડનગરમાં ઉજવાય છે ઘૈરીયા ચૌદસ
વડનગરમાં હોળીના તહેવાર પ્રસંગે પરંપરાગત ઘેર કાઢી ઉજવણી કરવામાં આવે છે. અંદાજે દોઢસો વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ નગરના મોઢવાડાના ચાચરેથી નીકળતી ઘેરમાં મોઢ((બ્રાણ)) અને ગ્રામજનો ધજાઓ લઇને સરઘસ કાઢી કાપડ બજાર, સોની બજાર સહિ‌ત નગરમાં ફરે છે. હોળાષ્ટક બેસતાંની સાથે જ ઘેરની તૈયારીઓ શરૂ થઇ જાય છે. ચૌદસના દિવસે ઘેરૈયા ઘેર રમે છે,પૂનમના દિવસે હોળી પ્રગટાવે છે અને ખજૂરનો પ્રસાદ ધરાવાય છે. ઘેરૈયા લોકો ધુળેટીના દિવસે વિવિધ રંગો એકબીજા ઉપર ઉડાડી ધુળેટી ઉજવે છે. ત્રણ દિવસના આ કાર્યક્રમ દરમિયાન ભાંગ તૈયાર કરાય છે અને રાત્રી દરમિયાન દાંડિયા રાસ રમી ઉત્સવની ઉજવણી કરે છે. આ ઘેરૈયા ઉત્સવમાં પોકારાતી ભોમ છડીના કેટલાક શબ્દોનું કાળક્રમે અપભ્રંશ જઇ જતાં આ ઉત્સવમાં નગરની મહિ‌લાઓ જોડાતી નથી.
વિસનગરમાં ૧પ૦ વર્ષથી ખેલાય છે ખાસડાયુદ્ધ
શહેરના મંડી બજાર વિસ્તારમાં છેલ્લા દોઢસો વર્ષથી હોળી-ધુળેટીની ઉજવણી સામસામે ખાસડાં મારી કરાય છે. એવું કહેવાય છે કે આ યુધ્ધમાં જેને ખાસડુ વાગે તેનું સમગ્ર વર્ષ સારૂ જાય છે. ધુળેટીના દિવસે વહેલી સવારે શહેરીજનો મંડી બજાર ચોકમાં એકઠા થાય છે. ઉત્તર અને દિક્ષણ બે જુથોમાં આ શહેરીજનો વહેંચાઇ જાય છે. ચોકમાં ખજુર ભરેલો માટીનો ઘડો મુકવામાં જે મેળવવા જંગ ખેલાય છે. જેમાં ખાસડાં મારી આ ઘડો લઇ જતાં અટકાવાય છે. જે જુથ ચપળતા વાપરી ઘડો છીનવી જાય છે તે જુથ વિજેતા બને છે. જે સમગ્ર વિસ્તારમાં ઘરે ઘરે ફરીને ખજુર ઉઘરાવે છે. ત્યાર બાદ શહેરીજનોને ખજુર વહેંચવામાં આવે છે. આ બંન્ને જુથો સાંજે શહેરના ઐતિહાસિક દેળિયા તળાવામાં સ્થાન કરવા જાય છે. અલબત્ત હાલ આ પર્વમાં ખાસડાઓનુ પ્રમાણ ઓછુ હોય છે તેનું સ્થાન વિવિધ શાકભાજીએ લઇ લીધું છે.