• Gujarati News
  • કુદરતી રંગો વપરાય : ડૉક્ટર

કુદરતી રંગો વપરાય : ડૉક્ટર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુદરતી રંગો વપરાય : ડૉક્ટર
ચામડીના નિષ્ણાંત ડૉ. જે.કે. પટેલે જણાવ્યું હતું કે, ધૂળેટીમાં શરીર પર કેમીકલયુક્ત કલરનો ઉપયોગ કરવાથી ખંજવાળ આવવી, બળતરા બળવી, ચામડી લાલ થઇ જવી, કાળા ડાગ પડી જવા અને ચામડી બળવા સુધીની અસરો થઇ શકે છે જેથી કુદરતી કલરનો જ ઉપયોગ કરવો જોઇએ. સ્મુધ સ્કીન ધરાવતા વ્યક્તિને કેમીકલ યુક્ત કલર વધુ અસર કરી શકે છે શરીર પર લાગેલો કલર દૂર કરવા માટે સતત સાબુ લગાવીને ઘસવુ ન જોઇએ તેમાંથી સ્કીનને વધુ અસર થઇ શકે છે. માત્ર પાણીનો જ ઉપયોગ કરવો જોઇએ.