• Gujarati News
  • નાનું ગાંબડુ પૂરવાની બેદરકારીથી કેનાલ તૂટી

નાનું ગાંબડુ પૂરવાની બેદરકારીથી કેનાલ તૂટી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાનું ગાંબડુ પૂરવાની બેદરકારીથી કેનાલ તૂટી
કચ્છ બ્રાન્ચની નર્મદા કેનાલ વડપગ પાસે તૂટતા ચાર ગામોના ખેતરોમાં પાણી ઘૂસી જતાં કેટલાક ખેતરો સરોવરમાં ફેરવાયા છે ખેડૂતોને કરોડોનું નુકશાન થયું હોવાની ભીતિ સેવાઇ રહી છે. ગાંબડુ પડતાં કેનાલ નજીકના ખેતરોમાં જાણે ઘોડાપુર આવ્યા હોય તેવો માહોલ જોવા મળેલ ગાંબડુ પડેલ છે તે જગ્યાએ બે દિવસ પહેલા નાનુ ગાંબડુ જોવા મળતાં ખેડૂતોએ તંત્રને જાણ કરી હતી અને તેના ફોટા પાડી ગયા હતા પરંતુ તેને પૂરવામાં બેદરકારી દાખવતા આજે ખેડૂતોને ભોગવવુ પડી રહ્યું છે તેવુ ખેડૂતોએ જણાવેલ છે. નવી બનેલી ગાંજીસર ડીસ્ટુબ્યુટર કેનાલમાં ટેસ્ટીંગ માટે પાણી છોડવા માટે આ કેનાલમાં પાણી વધુ છોડવામાં આવ્યું હતું જેના કારણે કેનાલ તૂટતા ખેડૂતો બરબાદ થયા હોવાનું ખેડૂતોએ જણાવેલ છે.