• Gujarati News
  • એકાદશી નિમિત્તે સ્વામિનારાયણ મંદિરમાં આરતી

એકાદશી નિમિત્તે સ્વામિનારાયણ મંદિરમાં આરતી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા સ્વામિનારાયણ ભગવાને આજથી ૧૮૯ વર્ષ પહેલાં મહેસાણાના જાનીવાડામાં પરમભક્ત કુશળીબાઈ ના ઘરે પધાર્યા હતા ત્યારે ચરણારવિંદ પધરાવ્યા હોવાનું માનવામાં આવે છે ત્યારે ફાગણ સુદ અગિયારસને બુધવારે પ.પૂ.ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય તેજેન્દ્રપ્રસાદજી મહારાજના હસ્તે આ ચરણારવિંદનો અભિષેક તેમજ પૂજા કરાઈ હતી અને વી.કે.વાડીના હોલમાં યોજાયેલી સત્સંગ સભામાં તેમણે હરિભક્તોને આર્શીવાદ પાઠવ્યા હતા. ત્યાર બાદ આચાર્ય મહારાજે હાઈવે પર આવેલા નરનારાયણ દેવ તાબાના સ્વામિનારાયણ મંદિરમાં શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ અને શ્રી નરનારાયણ ભગવાનની આરતી ઉતારી હતી.