• Gujarati News
  • દિયોદર સરસ્વતી વિદ્યાસંકુલમાં વાર્ષિ‌કોત્સવ યોજાયો

દિયોદર સરસ્વતી વિદ્યાસંકુલમાં વાર્ષિ‌કોત્સવ યોજાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિયોદર દિયોદર સરસ્વતી વિદ્યાસંકુલમાં વાર્ષિ‌કોત્સવ તેમજ ધો.-૧૦નો વિદાય સમારોહ અને તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો. વિદ્યાર્થીઓએ ગરબા, સમૂહ નૃત્ય, સ્વાગીત ગીત, નગારા સંગ ઢોલ વાગે, નાટક, દેશ ભક્તિ ગીત વગેરે રજૂ કર્યાં હતા. મહેમાનોએ વિદ્યાર્થીઓને ઉચ્ચ કારર્કિદી પ્રાપ્ત કરવા આર્શીવચન પાઠવ્યા હતા. નગરજનો અને મહેમાનો £ારા વિદ્યાર્થીઓને પુરસ્કાર ભેટ આપી પ્રોત્સાહીત કરાયા હતા. આ પ્રસંગે નીતિનભાઇ ઠક્કર, પ્રદીપ શાહ, ડૉ. હસુભાઇ પટેલ, બી.કે.જોષી, કાન્તીલાલ ઠક્કર, ડૉ. શૈલેષભાઇ ગૌસ્વામી, નરેશભાઇ પ્રજાપતિ, ભાઇલાલભાઇ જોષી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.