• Gujarati News
  • રૂપપુરા((ગોળા))માં એનએસએસ શિબિર યોજાઇૃચ્ ’

રૂપપુરા((ગોળા))માં એનએસએસ શિબિર યોજાઇૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર તાલુકાના લોકનિકેતન મહાવિદ્યાલય રતનપુરના એન.એસ.એસ.વિભાગ દ્વારા પાલનપુર તાલુકાના રૂપપુરા((ગોળા)) ગામે વાર્ષિ‌ક ગ્રામોત્થાન શિબિર યોજાઇ હતી. જેમાં ૬૨ સ્વયંસેવકો દ્વારા ગામમાં ગ્રામસફાઇ, મતદાતા જાગૃતિ કાર્યક્રમ, વ્યસનમુક્તિ પ્રદર્શન, બેટી વધાવો પ્રદર્શન, ૧૯ બોટલ રક્તદાન, શ્રેષ્ઠ પશુપાલકની ગૌશાળાની મુલાકાત, પ્રગતિશીલ ખેડૂતના ખેતરની મુલાકાત લઇ બટાટા,પપૈયા, તડબુચ, દાડમ અને મરચાની ખેતી નિદર્શન, જગદગુરુ શંકરાચાર્ય વાસુદેવાનંદ સરસ્વતીજી તથા અન્ય સંતોએ આર્શીવચન પાઠવ્યા હતા. સંજય રાવલ, કિશોરભાઇ દવે, નરસંગપુરી ગૌૈસ્વામીના વ્યાખ્યાન, ભીંતસુત્ર લેખન, શક્તિપુરા રાસ મંડળ, સુરેન્દ્રનગર દ્વારા રાસ પ્રાર્થના, કર્તિીદાન ગઢવી, ગોપાલભાઇ બારોટ અને સાથી કલાકારો દ્વારા લોકડાયરો, ઊમિયા રામા મંડળ દ્વારા આખ્યાન, રાસાયણિક દવાની આડઅસર અંગેની ફિલ્મ અને સાંસ્કૃતિક કાર્યક્રમ જેવા કાર્યક્રમો યોજાયા હતા.