• Gujarati News
  • એરંડાની ચોરી મામલે ૧૦ સામે ફરિયાદ

એરંડાની ચોરી મામલે ૧૦ સામે ફરિયાદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇડર : ઇડર તાલુકાના કુકડીયા ગામની સીમમાં ૧૦ જણાએ ખેતરમાં ગેરકાયદે પ્રવેશ કરી ૩૦ મણ એરંડાની ચોરી કરી લઇ જતાં મંગળવારે ફરિયાદ થઇ છે.
હિંમતનગરમાં રહેતા નરપતસિંહ દોલતસિંહ જેતાવતની જમીન કુકડીયાની સીમમાં આવેલી છે. પરંતુ જમીનની માલિકી બાબતે વિવાદ થયેલો હતો. જે અંતર્ગત કો‌ર્ટમાં કેસનો ચુકાદો પણ નરપતસિંહની તરફેણમાં આવ્યો હતો. તેમ છતાં તા.૬ માર્ચના રોજ કુકડીયા ગામના ગીતાબેન જવાનજી ઠાકરડા, સોમાજી જવાનજી, ફુલાબેન જવાનજી, શંકરજી જવાનજી, સવિતાબેન જવાનજી, કરણજી જવાનજી, મણીબેન વકતાજી, સવિતાબેન લખાભાઇ, સોનલબેન લખાભાઇ અને સુરજબેન લખાભાઇએ એક સંપ થઇ નરપતસિંહના ખેતરમાં ગેરકાયદે પ્રવેશી કરી અંદાજે રૂા.૨પ હજારની કિંમતાના ૩૦ મણ એરંડાની ચોરી કરી લઇ ગયા હતા. જે અંગે નરપતસિંહે મંગળવારે દસેય જણા વિરૂધ્ધ ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઘટતી કાર્યવાહી હાથ ધરી છે.