• Gujarati News
  • આગીયાની પરિણીતાનું ઝેરી દવા પી જતાં મોત

આગીયાની પરિણીતાનું ઝેરી દવા પી જતાં મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રા : તાલુકાના આગીયા ગામની એક પરિણીતાએ બુધવારે અગમ્ય કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી લેતાં તેણીનું સારવાર દરમિયાન મોત નિપજયુ હતું. જે અંગે ખેડબ્રા પોલીસે ઘટતી કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી માહિ‌તી મુજબ આગીયા ગામના ભાવનાબેન રાજેન્દ્રસિંહ દેવડા ((ઉ.વ.૨પ)) એ બુધવારે અગમ્ય કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. જેથી તેણીની તબિયત લથડતા પરિવારજનો દ્વારા સારવાર માટે ખેડબ્રાની ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ઇડર લવાઇ રહ્યા હતા. પરંતુ રસ્તમાં જ તેમનું મોત નિપજયુ હતું. જે અંગે ખેડબ્રા પોલીસે ગુનો નોંધી ઘટતી કાર્યવાહી હાથ ધરી છે.