• Gujarati News
  • કડી માર્કેટયા‌ર્ડ‌માં કપાસની જંગી આવક

કડી માર્કેટયા‌ર્ડ‌માં કપાસની જંગી આવક

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કરન્યૂઝ.કડી
કડીના સરદાર પટેલ કોટન માર્કેટયા‌ર્ડ‌માં તાલુકા સહિ‌ત આસપાસના વિસ્તારોમાંથી બુધવારે ૬ હજાર મણ જેટલી કપાસની જંગી આવક થતાં માર્કેટયા‌ર્ડ‌ કપાસથી ઊભરાયું હતું. જો કે, તેમ છતાં રૂ.૧૧૦૦ સુધીના પોષણક્ષમ ભાવ મળતાં ખેડૂતોમાં આનંદની લાગણી હતી.
કડીના છત્રાલ રોડ પર આવેલા સરદાર પટેલ કોટન માર્કેટયા‌ર્ડ‌માં બુધવારે સવારથી આશરે ૧પ૦થી ૨૦૦ જેટલા વાહનોમાં કપાસ ભરીને ખેડૂતો આવ્યા હતા. દિવસ દરમિયાન યા‌ર્ડ‌માં અંદાજીત ૬ હજાર મણ કપાસની આવક થઈ હતી. જેને લઈને સ્થાનિક જીનિંગ ઇન્ડસ્ટ્રીઝના સંચાલકો પણ હરાજીમાં ઉતરી પડયા હતા અને ખેડૂતોને કપાસના મણ દીઠ રૂ.૧૦૦૦થી ૧૧૦૦ સુધીના પોષણક્ષમ ભાવ મળ્યા હતા. માર્કેટયા‌ર્ડ‌ના સેક્રેટરી યોગેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ-ચાર દિવસ દરમિયાન ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવ મળી રહેતાં યા‌ર્ડ‌માં કપાસની આવકમાં વધારો થઈ રહ્યો છે. કડીમાં જીનિંગ યુનિટ વધારે હોઇ તેનો લાભ ખેડૂતોને મળે છે.