• Gujarati News
  • નૂતન સાયન્સ કોલેજમાં વાર્ષિ‌કોત્સવ ઊજવાયો

નૂતન સાયન્સ કોલેજમાં વાર્ષિ‌કોત્સવ ઊજવાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર વિસનગરમાં આવેલ શરદબેન પટેલ નૂતન સાયન્સ એન્ડ કોમ‌ર્સ કોલેજમાં વાર્ષિ‌કોત્સવની ઊજવણી કરાઇ હતી. જેમાં સંસ્થાના ભોળાભાઇ પટેલ, રેવાભાઇ પટેલ, મુલચંદભાઇ પટેલ, ડો.એલ.એન.પટેલ તેમજ કેમ્પસ ડાયરેક્ટર માધુભાઇ પટેલ, નૂતન સાયન્સ કોલેજના પ્રિન્સીપાલ બી.ડી.પટેલ સહિ‌ત કેમ્પસની સંસ્થાઓના આચાર્યો હાજર રહ્યા હતા. ફિલ્મી ડાન્સ,નાટક, સુરસંગીત સહિ‌તના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. યુનિ. દ્વારા લેવાયેલ પરીક્ષામાં તેમજ વિવિધ સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઇનામ તેમજ સર્ટીફિકેટ આપી પ્રોત્સાહિ‌ત કરાયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના પ્રા.અંકિતાબેન, પ્રા.ઇશા શેટ્ટી સહિ‌તના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.