• Gujarati News
  • ઊંઝા હાઇસ્કૂલની એનએસએસ શિબિર

ઊંઝા હાઇસ્કૂલની એનએસએસ શિબિર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા એમ.આર.એસ. હાઇ. ઊંઝાનો વાર્ષિ‌ક એનએસએસ શિબિર ચંદ્રાવતીમાં ઊંઝા રોટરી ક્લબના પ્રમુખ કૌશિકભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. શિબિર દરમિયાન ગ્રામસફાઇ, કુપોષણ, બેટી બચાવો, બાળરોગ શિબિર, અંધશ્રદ્ધા અને વ્યસનમુક્તિ સહિ‌તના કાર્યક્રમો આપ્યા હતા. શિબિરમાં પ૦ શિબિરાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે મામલતદાર બલસારા અને એસ.જે. પંડયા ઉપસ્થિત રહ્યા હતા. શિબિરનું સંચાલન એનએસએસના પ્રોગ્રામ ઓફિસર રામાજી ઠાકોરે કર્યું હતું.